હવે ફેસબૂક ઉપર પણ વોટસએપ જેવું ‘અનસેન્ડ’ ફિચર્સ મળશે

January 7, 2019 at 6:01 pm


વોટસએપ પર મેસેજ મોકલ્યા બાદ ડિલિટ કરવાનો વિકલ્પ યુઝર્સ તરફથી ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યાે છે. થોડા દિવસ પહેલાં જ એવી વાત સામે આવી હતી કે ફેસબુક પણ આ ફિચરને મેસેન્જરમાં લાવી શકે છે. ફેસબુકની ચેટિંગ એપ ‘ફેસબુક મેસેન્જર’ પણ ટૂંક સમયમાં આ ફિચરથી સજ્જ બની જશે. ત્યારબાદ યુઝર્સને મોકલવામાં આવેલા મેસેજને ‘ડિલીટ ફોર એવરીવન’ કરવાનો વિકલ્પ મળી શકશે. ફેસબુક અત્યારે આ ફીચરનું ટેસ્ટીગ કરી રહ્યું છે. એક યુઝર્સે આ અંગેનો સ્ક્રીનશોટ શેયર કર્યો છે.
શેયર કરવામાં આવેલા સ્ક્રીનશોટ પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોઈ મેસેજને ડિલિટ કરવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. આ બે વિકલ્પમાં રિમૂવ ફોર એવરીવન અને રિમૂવ ફોર યુ સામેલ છે. અત્યાર સુધી કોઈ પણ મેસેજ કેવળ પોતાની તરફથી જ ડિલિટ કરી શકતા હતા પરંતુ તે રિસીવરના થ્રેડથી ડિલિટ થઈ શકતો નહોતો. એવી સંભાવના છે કે ટેસ્ટીગ બાદ આગલા અપડેટમાં આ ફીચર્સ મેસેન્જર એપમાં પણ એડ થઈ જશે.વોટસએપ પર આ અનસેન્ડ ફિચર બહુ કામનું સાબિત થયું છે અને મેસેન્જર્સ યુઝર્સ પણ લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. જો કે રેડિટ યુઝર્સે એ ન જણાવ્યું કે મેસેજ બન્ને તરફથી ડિલિટ કરવા માટે કોઈ ટાઈમ નિશ્ચિત કરવામાં આવ્યો છે કે નહી. વોટસએપ કોઈ મેસેજ મોકલ્યા બાદ એક કલાકનો સમય આપે છે અને ત્યારબાદ તે મેસેજ ડિલિટ થઈ શકતો નથી.
ફેસબુક પોતાના મેસેન્જર એપમાં સતત નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. આ પહેલાં તેણે એન્ડ્રાેઈડની મેસેન્જર એપમાં ડાર્ક મોડ પણ ટેસ્ટ કરી રહ્યું છે. આ ફિચર આવવાથી મેસેન્જર એપના બેકગ્રાઉન્ડને ડાર્ક કરી શકાશે જે અત્યારે બ્રાઈટ કલરનું છે.

Comments

comments

VOTING POLL