હવે ફોલ્ડેબલ સ્માર્ટફોનની આતુરતાનો આવ્યો અંત, સેમસંગ ગેલેકસી ફોલ્ડ થયો લોન્ચ

April 17, 2019 at 12:39 pm


સેમસંગ ગેલેક્સી ફોલ્ડને ફેબ્રુઆરીમાં યોજાયેલી MWC 2019માં રજૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.આ સ્માર્ટફોનને સત્તાવાર રીતે ચીનમાં લોન્ચ થવાની તારીખ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ફોનને 16 એપ્રિલે ચીનમાં લોન્ચ કરવામાં આવશે, સેમસંગે યુ.એસ.માં તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી ફોલ્ડનો પ્રી-ઓર્ડર શરૂ કર્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન અન્ય બજારોમાં પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. યુ.એસ.માં ગેલેક્સી એસ 10 5જી વેરિએન્ટને લોન્ચ કરવાની જાણકારી સામે આવી છે.

 

યુએસમાં સેમસંગ ગેલેક્સી ફોલ્ડ યુએસડી 1,980( લગભગરૂ. 1,37,000) ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ફિચર્સ વિશે વાત કરીએ તો તેમા 7.3 ઇંચની ઇન્ફીનિટી ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો એસ્પેક્ટ રેશિયો 4.2:3 છે. ફોલ્ડ કરવા પર 4.6 ઇંચની ડિસ્પ્લે આપવાાં આવી છે. જેનો એસ્પેક્ટ રેશિયો 21:9 આપવામાં આવ્યો છે. ફોન 7 એનએમ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર પર કામ કરે છે. આ પ્રોસેસરને ડિસેમ્બર 2018માં 5જી નેટવર્ક સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતુ.

 

ફોનની અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં 12 જીબી રેમ અને 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે.ફોન એન્ડ્રોઇડ 9 પાઇ પર આધારિત એક UI ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. તેના કેમેરા સુવિધા વિશે વાત કરીએ તો અંદરની 10 એમપી પ્રાઇમરી કેમેરા f / 2.2 એર્પચર સાથે આપવામાં આવે છે. આ ઉપરાંત, 8-મેગાપિક્સલનો સેકન્ડરી ડેપ્થ કેમેરો એફ / 1.9 અર્પચર સાથે આપવામાં આવ્યો છે. આ સેલ્ફી માટે 10 મેગાપિક્સલનો કેમેરો છે, જે અર્પચર f / 2.2 છે. ફોનમાં બહારની ડિસ્પલે અથવા મોટી ડિસ્પ્લે સાથે ટ્રિપલ રિયર કેમરા આપવામાં આવ્યા છે. તેમા 12 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ઉપરાંત 16 મેગાપિક્સેલનો વેરિએબલ અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવ્યું છે.

 

ફોનમાં પાવર આપવા માટે તેની બેટરી 4,830 એમએચની બેટરી છે તે સાથે ફોન સ્પેસ સિલ્વર, કોસ્મોસ બ્લેક, માર્ટિન ગ્રીન અને એસ્ટ્રો બ્લ્યુ કલર ઓપ્શન્સમાં જોવા મળશે. ગેલેક્સી એસ 0 ના લોન્ચ સમયે કંપનીએ કહ્યું હતું કે આ સ્માર્ટફોન પણ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જોકે આ વિશે કોઈપણ તારીખેની જાહેરાત કરવામાં આવી નથી. ફોલ્ડેબલ સ્માર્ટફોનની આતુરતાનો થોડાજ સમયમાં આવશે અંત.

Comments

comments