હવે, ફ્રેન્ચ કે દ્રાક્ષ વાઇન નહીં પણ કચ્છી ખજૂરની વાઇન બનશે પ્યાસીઓની પસંદ

September 12, 2018 at 11:32 am


વાઇન પીવાના શોખીનો હવે થોડક જ સમયમાં હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખજૂરમાંથી બનેલી વાઇનના ગ્લાસનું ચીયર્સ કરી શકશે. ગુજરાતના ત્રણ યુવા ઉદ્યોગ સાહસિકો મિત્રો દ્વારા આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલ સ્ટાર્ટ અપ્ને ગુજરાતમાં પરમિટ ધરાવતા બારમાં તેમના ખજૂરમાંથી બનાવેલી વાઇન વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યના આબકારી ખાતાએ મંજૂરી આપતા આ સ્ટાર્ટ અપ કંપ્ની આ મહિનાના અંત સુધીમાં ખજૂરમાંથી બનાવેલી તેમની વાઇન રાજ્યની 65 જેટલી પરમિટેડ લિકર શોપમાં પ્રોડક્ટ પહોંચાડવાનો પ્લાન ધરાવે છે.
વર્ષ 2015માં મહેસાણાના રહેવાસી હરપ્રીત સિંહ અને જસવંત સિંહ તેમજ કચ્છનો રહેવાસી રણજીત સિંહે આઇડિયા આવ્યો હતો કે કેમ કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન ન બનાવવામાં આવે. જે બાદ તેમણે રુ. 10 કરોડના ભંડોળ વડે આબુ રોડ ખાતે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે વાઇન બનાવવાની ફેક્ટરી સ્થાપી હતી. જેમાં થોડા મહિના પહેલા પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયું છે. ફેક્ટરીમાં પ્રતિવર્ષ કચ્છના પ્રખ્ચાત બારાહી ખજૂર(પીળા ખજૂર)માંથી 2 લાખ લીટર વાઇન બનાવાની ક્ષમતા છે. ત્રણે મિત્રોના પરિવાર ગુજરાતમાં પાછલી 2 પેઢીથી આવીને વસ્યા છે.
વાઇન બનાવવા માટે ત્રણેય મિત્રોએ પ્રોફેશનલ વાઇન મેકર્સને પણ પોતાને ત્યાં કામ પર રાખ્યા છે. તેણે વધુમાં કહ્યું કે, આ વાઈનમાં બહારથી કોઈ સ્પિરિટ કે આલ્કોહોલીક તત્વ એડ કરવામાં આવતું નથી. જે પણ હોય છે તે નેચરલી ખજૂરમાં રહેલો આલ્કોહોલ હોય છે. જે લોકો હાર્ડ લિકર નથી પીવા માગતા તેઓ આ વાઇન પી શકે છે. તેમાં ફક્ત 13% જેટલો જ આલ્કોહોલ હોય છે.
તેમની કંપ્નીને ભારતીય પેટન્ટ ઓફિસ દ્વારા તેમની આ યુનિક પ્રોડક્ટ માટે પેટન્ટ પણ મળી ગઈ છે. જોકે ત્રણેય મિત્રો સૌથી પહેલા આ યુનિક પ્રોડક્ટ પોતે જે રાજ્યમાં જન્મીને મોટા થયા છે ત્યાં જ વેચવા માગતા હતા. જ્યારે ગુજરાતમાં તો દારુબંધી હોવાથી તેમને પોતાની પ્રોડક્ટની મંજૂરી માટે અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ હરપ્રીત કહે છે કે, અમે ગુજરાતમાં અમારી બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કર્યું અને હવે અમને મંજૂરી મળી ગઈ છે ત્યારે રાજ્યની 65 જેટલી પરમિટેડ લિકર શોપમાં આ મહિના અંતથી અમારી વાઈન મળવા લાગશે. ફ્યુચર પ્લાન જણાવતા તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં અમે દાડમમાંથી વાઇન બનાવવાનું પણ શરુ કરી દેશું. આ દાડમ પણ કચ્છમાં અત્યારે સૌથી ઝડપી વધી રહેલા પાક તરીકે જોવામાં આવે છે.

Comments

comments

VOTING POLL