હવે બોર્ડ નિગમના કર્મચારીઆેએ આંદોલનનો ધોકો પછાડયોઃ ધરણાં યોજાશે

September 7, 2018 at 12:18 pm


રાજ્ય સરકારના કર્મચારીઆે અને તલાટી કમ મંત્રીઆેએ પોતાના પડતર પ્રશ્નોના નિકાલ માટે સરકાર પર દબાણ લાવવા આંદોલનની ચેતવણી ઉચ્ચારી છે અને આગામી દિવસોમાં આ બન્ને સંવર્ગના કર્મચારીઆે દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનું અિલ્ટમેટમ સરકારને આપી દેવાયું છે ત્યાં હવે ગુજરાત રાજ્ય બોર્ડ-નિગમ-સરકારી સાહસોના કર્મચારી મહામંડળે ધોકો પછાડયો છે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલીક નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચેતવણી મહામંડળના પ્રમખ અશોક રાઠોડ, પ્રવીણ સુતરિયા અને મહામંત્રી રામસિંહ પરમારે ઉચ્ચારી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલા પત્રમાં જણાવાયા મુજબ તા.20 સુધીમાં અમારા પડતર પ્રશ્નોનો નિકાલ નહી આવે તો તા.1 આેકટોબરથી આંદોલન શરૂ કરાશે. રિસેસના સમયે સૂત્રોચ્ચાર અને કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરાશે. આમ છતાં પ્રñ નહી ઉકેલાય તો તા.30 નવેમ્બરથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી નાખીને ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવશે અને તેમાં બોર્ડ નિગમ નગરપાલિકાના કર્મચારીઆે ઉપસ્થિત રહેશે.

Comments

comments

VOTING POLL