હવે માત્ર 3 દિવસમાં મળશે તત્કાલ પાસપોર્ટ

February 1, 2018 at 10:52 am


વિદેશ મંત્રાલયે હવે તત્કાલ પાસપોર્ટ માટે પ્રથમ શ્રેણીના અધિકારીના હસ્તાક્ષરવાળા સર્ટિફીકેટની અનિવાર્યતા ખતમ કરી નાખી છે જેના કારણે તત્કાલિ શ્રેણીમાં અરજી કયર્નિા ત્રીજા દિવસે જ પાસપોર્ટ મળી જશે. જો કે આ માટે આધારકાર્ડની સાથે જ અન્ય બે દસ્તાવેજ જોડવા પડશે.
ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી પિયુષ વમર્એિ જણાવ્યું કે વિદેશ મંત્રાલયે તત્કાલ પાસપોર્ટ અરજીકતર્ઓિને ક્લાસ-1 અધિકારીના હસ્તાક્ષરવાળું પ્રમાણપત્ર અપાવાની અનિવાર્યતા ખતમ કરી નાખી છે. તેમણે જણાવ્યું હતું કે હવે આધારકાર્ડની સાથે પહેલાંથી નક્કી 12 પ્રમાણપત્રોમાંથી બે પ્રમાણપત્ર લગાવીને કોઈ પણ અરજીકતર્િ તત્કાલ શ્રેણીમાં પાસપોર્ટ બનાવી શકે છે.

પિયુષે જણાવ્યું કે આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, બેન્ક અથવા પોસ્ટ ઓફિસ પાસબુક, રેશનિંગ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જન્મ પ્રમાણપત્ર, કર્મચારી ઓળખપત્ર પૈકી કોઈ પણ બે દસ્તાવેજ લગાવવા પડશે.
આરપીઓએ જણાવ્યું કે અરજીકતર્ઓિએ પોતાના ઉપર કોઈ અપરાધીક ગુનો ન હોવાનું શપથપત્ર પણ આપવું પડશે. પાસપોર્ટ બન્યા બાદ પોલીસ પાસેથી રિપોર્ટ મગાવવામાં આવશે. તત્કાલ પાસપોર્ટ માટે 3500 અને સામાન્ય પાસપોર્ટની ફી 1500 પિયા છે.

Comments

comments

VOTING POLL