હવે રિતિક રોશન સુપર 30 બાદ વધુ વ્યસ્ત હશે : રિપાેર્ટ

August 17, 2018 at 6:54 pm


બાેલિવુડ સ્ટાર રિતિક રોશન હાલના દિવસાેમાં ગણિત નિ»ણાંત આનંદ કુમારની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. બાયોપિક સુપર-3- નામની ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ તેની પાસે કેટલાક નવા પ્રાેજેક્ટ રહેલા છે તેના પર કામ કરનાર છે. ત્યારબાદ તે ટાઇગર શ્રાેફ અને વાણી કપુર અભિનિત એક ફિલ્મનુ શુટિંગ પણ કરનાર છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. ટાઇગર શ્રાેફ રિતિક રોશનના મોટા ચાહક તરીકે છે અને હવે તેને રિતિક રોશન સાથે કામ કરવાની તક મળી ગઇ છે. હાલના રિપાેર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તાે બે ફિલ્મો બાદ રિતિક રોશન બીજા નવા પ્રાેેજેક્ટ પર કામ કરનાર છે. જેમાં પ્રથમ ફિલ્મ નિદેૅશક રાજકુમાર ગુપ્તાની સ્પાઇ થ્રીલર ફિલ્મ છે. જે એક રો એજન્ટની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે અજુૅન કપુર પણ કામ કરનાર છે. અત્રે નાેંધનીય છે કે રાજકુમારની છેલ્લી ફિલ્મ રેડ હતી. જે ફિલ્મની ચાહકો અને ટિકાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત રિતિક રોશન બીજા પ્રાેજેક્ટ પર પણ કામ કરી રહ્યાાે છે. જેમાં વરૂણ ધવનના ભાઇ રોહિત ધવન કામ કરશે. અત્રે નાેંધનીય છે કે રોહિતે અગાઉ અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ અભિનિત ફિલ્મ દેશી બાેયજનુ નિદેૅશન કર્યુ હતુ. ચર્ચા છે કે રિતિક રોશન પહેલા ટાઇગરની સાથે પાેતાની ફિલ્મને પૂર્ણ કરશે. ત્યારબાદ રાજકુમાર અથવા તાે રોહિતની ફિલ્મમાં કામ શરૂ કરશે. આ બાબતની સંભાવના છે કે આ બન્ને ફિલ્મોમાં રિતિક પહેલા એક જ પ્રાેજેક્ટ પર કામ કરશે. આ ઉપરાંત તે કૃષ-4 ફિલ્મમાં પણ કામ કરી રહ્યાાે છે. રાકેશ રોશનની ફિલ્મ કૃષ-4 ફિલ્મ વર્ષ 2020માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુપર 30 25મી જાન્યુઆરીના દિવસે રજૂ કરાશે.

Comments

comments

VOTING POLL