હવે લીલા શાકભાજી ખાતા મોઢું નહીં બગડે: પાલક, મેથી, આંબડા, લસણની કેપ્સૂલ તૈયાર

February 1, 2018 at 11:00 am


લીલા શાકભાજી તંદુરસ્તી જાળવવા માટે ખૂબજ ઉપયોગી છે. હવે માર્કેટમાં પાલક, મેથી, આંબળા, લસણ વગેરેની કેપ્સૂલ વેચાતી દેખાશે. તાજેતરમાં જ કોટાકૃષિ વિશ્ર્વ વિદ્યાલયની ખાદ્ય પ્રસંસ્કરણ શાખાએ આવી કેપ્સૂલ તૈયાર કરી છે. મન્ડોરમાં આવેલી કૃષિ વિશ્ર્વ વિદ્યાલયમાં ચાલી રહેલા ચાર દિવસીય પશ્ર્ચિમ ક્ષેત્ર કિસાન મેળામાં કૃષિ વિશ્ર્વ વિદ્યાલય કોટાથી આવેલા જનસંપર્ક અધિકારી તેમજ વૈજ્ઞાનિક ડો.મુકેશ ગોયલ અને ગૃહ વૈજ્ઞાનિક ગૂંજન સનાઢયએ જણાવ્યું કે, રાષ્ટ્રીયકૃત વિકાસ યોજના મુજબ ડો.મમતા તિવારીએ આ કેપ્સૂલ તૈયાર કરી છે. જેમાં પાલક, મેથી, ગાજર, અશ્ર્વગંધા, સફેદ મૂળ, લીમડો, ગિલોડ સૂઠ, સહેજના ફૂલ પાંદડા બન્નેની કેપ્સૂલ તેમજ લસણ, આંબળાની કેપ્સૂલનો સમાવેશ થાય છે.
ખાવામાં ખૂબ જ આસાન
કેટલાક લોકો કેયલીક શાકભાજી દુર્ગંધના સ્વાદને કારણે નથી ખાતા કેટલાક રોગોથી પિડાતા દર્દીઓને ઉપચાર માટે કાચુ લસણ ખાવુ પડે છે. કાચુ લસણ ખાવાથી મોઢામાં ચાંદા પડી જાય છે અને જો કોઈ રોગીને દિવસમાં બેથી ત્રણવાર લસણની કળી ખાવાની હોય તો તે હમેશા તેને સાથે નથી રાખી શકતા પરંતુ જો સલણની કેપ્સૂલ હોય તો ખાવામાં ખૂબજ આસાની રહે છે.
સસ્તી દવા તેમજ હાઈ ન્યૂટ્રીશ્યન કેપ્સૂલ
મહોંગી દવાઓના ખચર્થિી લોકોને બચાવવા માટે તેમજ સારા પ્રમાણમાં વિટામીન્સ મળી રહે તે માટે કોટા કૃષિ વિશ્ર્વ વિદ્યાલયમાં લેબ રિસર્ચ સેન્ટર સાથે જ ફૂડ પ્રોસેસિંગની કાર્યવાહી કરાઈ છે. ત્યાં જ આ પ્રકારના કેપ્સૂલ તૈયાર થઈ રહ્યા છે. કેપ્સૂલ તૈયાર કરવા માટે કાચામાલને સુધારીને તેનો પાઉડર તૈયાર કરાય છે. ત્યારબાદ ઈલેકટ્રીક ડ્રાયરની મદદથી અલગ અલગ તાપમાનમાં સુકવવામાં આવે છે અને ત્યારબાદ તેને કેપ્સૂલના પમાં પેક કરવામાં આવે છે.
કેટલીય કંપ્નીઓ આવી
કેપ્સૂલની સફળતાને જોઈને કેટલીક મલ્ટીનેશનલ ફામર્િ કંપ્નીઓએ વિશ્ર્વ વિદ્યાલયનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત કેટલાક શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રોસેસિંગ સાથે સાંકળવામાં આવ્યા છે.
બીરીઓમાં લાભદાયી
આ કેપ્સૂલ શરીરમાં ઘટી રહેલા માઈનર ફૂડ ન્યુટ્રિએટ, રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં તેમજ ઘણી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થશે. હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બિમારીના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે. મિનરલ્સ, પ્રોટીન, વિટામિન તેમજ અન્ય જરી પોષક તત્વોથી ભરપુર રોગ પ્રતિકારક શક્તિ, આંખોનું તેજ વધારવામાં, હિમોગ્લોબિન વધારવામાં પણ આ કેપ્સૂલ ખૂબ જ લાભદાયી છે.

Comments

comments

VOTING POLL