હવે વીજળીમાં પણ પ્રિ-પેડ સિસ્ટમઃ પૈસા આપો પછી જ અજવાળું

July 16, 2019 at 10:28 am


હવે ઘરમાં અજવાળા જોઈતા હશે તો પહેલાં તેનું ચૂકવણું કરવું પડશે પછી જ રોશનીનો ઝગમગાટ જોઈ શકાશે. ભારત એક નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે જે અનુસાર વીજળીનો વપરાશ કરતાં લોકોએ પહેલાં ચૂકવણું કરવું પડશે પછી જ તેને વીજળી મળી શકશે. જેવી રીતે મોબાઈલ ફોનમાં પ્રિ-પેડ સિસ્ટમ હેઠળ પહેલાં ચૂકવણું કરવું પડે છે તેવી જ રીતે હવે વીજળીના વપરાશ માટે પણ પહેલાં નાણાં ભરવા પડશે પછી જ વીજળી વાપરી શકાશે. ઉજાર્મંત્રી આર.કે.સિંહે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સરકાર સમગ્ર દેશમાં આ મુજબની નવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ રાજ્ય સમાજના અમુક વર્ગોને મફતમાં વીજળી આપવા માગે તો તેઆે આપી શકે છે પરંતુ જે તે રાજ્યમાં ખર્ચાયેલી વીજળીના બિલનું ચૂકવણું રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી કરવાનું રહેશે.

મંત્રીએ આગળ કહ્યું કે અમે ચૂકવણું અને સપ્લાય વચ્ચે એક સંપર્ક બનાવી રહ્યા છીએ. પહેલાં લોકોએ ચૂકવણું કરવું પડશે પછી તેને વીજળી પ્રાપ્ત થશે. વીજળીને નિઃશુલ્ક વસ્તુ ગણી શકાય નહી. સરકાર પણ રોકાણ કર્યા વગર વીજળીનું ઉત્પાદન કરી શકે તેમ નથી. આર.કે.સિંહ 20મા વાર્ષિક પીટીસી ભારત દિવસના અવસર પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે વીજળી ઉત્પાદિત કરવામાં ઘણો ખર્ચ થઈ જાય છે અને સરકારે મોટી રકમ ચૂકવવી પડી રહી છે. જો કોઈ રાજ્ય સરકાર મફત વીજળી આપવા માગે તો તેઆે આપી શકશે પરંતુ ત્યાંની સરકારે તેના બજેટમાં આ બિલનું ચૂકવણું કરવું પડશે.

Comments

comments

VOTING POLL