હવે સંધ્યા મૃદુલે આલોક નાથ પર મૂક્યો જાતીય સતામણીનો આરોપ

October 11, 2018 at 10:58 am


લેખિકા અને નિમાર્તા વિન્તા નંદા બાદ હવે અભિનેત્રી સંધ્યા મૃદુલે અભિનેતા આલોક નાથ પર એક ટેલીફિલ્મના શૂટિંગ દરમિયાન જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

બનેગી અપની બાત, સ્વાભિમાન અને કોશિશ જેવી ટીવી સિરિયલમાં કામ કરીને પ્રસિÙ થનાર મૃદુલે ટિંટર પર એક લાંબી નોટ લખીને તેને થયેલા કડવા અનુભવ અંગે જાણકારી આપી હતી. કારકિદ}ની શરુઆતમાં જ તે જાતીય સતામણીનો ભોગ બની હતી, પરિણામે તેની હિંમત પણ ડગમગી ગઈ હતી.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે આલોક નાથના ખરાબ વર્તનનો શિકાર બન્યા બાદ પણ તેને મુશ્કેલી વેઠવી પડી હતી, કારણ કે અભિનેતાએ જૂઠ્ઠાણું ફેલાવ્યું હતું કે મારી સાથે કામ કરવું કઠિન છે.

ટેલીફિલ્મમાં નાથે મૃદુલના પિતાનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે દિવંગત રીમા લાગૂ માતાની ભૂમિકામાં હતી. આ ટેલિફિલ્મની શૂટિંગ કોડાઇકેનાલમાં થઇ રહ્યું હતું. મૃદુલે લખ્યું છે કે એક દિવસ શૂટિંગ જલદી પૂર્ણ થઇ જતા અમારી ટીમ રાત્રે જમવા માટે ગઇ અને ત્યારે આલોક નાથે વધુ પડતો દારુ પી લીધો અને ત્યાંથી વાત વણસી ગઇ.

અભિનેત્રીએ લખ્યું હતું કે તેમણે મને તેમની પાસે બેસવા માટે ખૂબ દબાણ કર્યું હતું, પરંતુ હું ખૂબ અસહજ થઇ ગઇ હતી. મારા સાથી કલાકારોને આ વસ્તુ ધ્યાનમાં આવતા તેમણે મને ત્યાંથી ઉગારી.

મૃદુલે એ પણ જણાવ્યું હતું કે હોટેલ પરત ફર્યાના થોડા સમય બાદ આલોક નાથ નશાની હાલતમાં તેના રુમ સુધી પહાેંચી ગયા. મૃદુલે દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આલોક નાથે ધક્કાે દીધો અને તેની તરફ જવા લાગ્યા. એટલું જ નહી, તેમણે બૂમો પાડવાનું શરુ કરી દીધું કે હું તને પ્રેમ કરુ છું, તું મારી છે.

મૃદુલે જણાવ્યું હતું કે તેને ટેલીફિલ્મના એક દૃશ્યમાં બાઉજીના ખોળામાં બેસીને રોવાનું હતું. આ વિચારીને હું ગભરાઇ ગઇ હતી. આ પોસ્ટમાં સીધા આલોક નાથને સંબોધિત કરીને મૃદુલે લખ્યું છે કે મિસ્ટર આલોક નાથ તમે જાણો છો કે આ સત્ય છે. જેમ કે અમુક અમુક લોકો પણ આ જાણે છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે તેની સાથે થયેલા ખરાબ વતાર્વ અંગે આલોક નાથને માફ કરી શકે છે, પરંતુ વિન્તા સાથે જે થયું તે માટે ક્યારેય માફ ન કરી શકે. મૃદુલે વિન્તા અને તનુશ્રી દત્તા પ્રત્યે સમર્થન દશાર્વ્યું છે.

Comments

comments

VOTING POLL