હાજીપીર-દેશલપર કંપનીઓની ગાડીઓમાં તોડફોડ કરનાર બાર સામે ફરિયાદ

September 14, 2019 at 9:09 am


નખત્રાણા તાલુકાના હાજીપીર ફાટક છે દેશાલપર ગુંતલી જતા રોડ પર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના તંબુ પાસે સ્થાનિક ટ્રક માલિકોને કામ ધંધો નહી મળે વહેમ રાખી અબડાસાના ધારાસભ્ય ના પુત્ર સહિત ૨૨ શખ્સો આર્ચીયન કંપની ની છ ટ્રકમાં તોડફોડ કરી વ્યાપક નુકસાન પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે
નખત્રાણા પોલીસે વિગત આપતા જણાવ્યું હતું કે હાજીપીર ફાટક છે દેસલપર પર જતા રોડ ઉપર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના તમ્બુ પાસે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના માણસો અને ટ્રક માલિકોએ આર્ચીયન કંપની સામે વિરોધ વ્યક્ત કરી તોડફોડ કરી હતી આર્ચીયન કંપની પોતાની ટ્રકો ચલાવતા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન એ કંપનીમાં નાના ટ્રક માલિકોને રોજગાર ધંધા નહિ મળે તો વહેમ રાખી અબડાસાના ધારાસભ્ય ના પુત્ર અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, દિલુભા સોઢા, વિરલ સિંહ, ભાવેશ બાવાજી ,બાબુ ભાદાણી, હિંમતસિંહ, હીરાલાલ ગરવા, હિતેશ ગઢવી , અલી સમા, ઇંદ્રિસ હાજી જુસબ, રમજાન સાટી અને તેની સાથેના અન્ય દસ શખ્સોએ છ ટ્રકો માં તોડફોડ કરી વ્યાપક નુકસાન પહોંચાડયું હતું ઉપરાંત ટ્રકો આગળ-પાછળ ચલાવીને ભટકાવી હતી અને નુકશાન પહોંચાડયું હતું આ અંગે રોહિત ભાઈ શંકરભાઈ જોશી એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અબડાસાના ધારાસભ્ય ના પુત્ર સહિત બાવીસ શખ્સો સામે રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Comments

comments