હાથલામાં શનિજયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી

June 3, 2019 at 1:23 pm


પોરબંદર નજીકના હાથલા ગામે ભગવાન શનિદેવના પ્રાચીન મંદિરે આજે શનિજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને હજારો ભકતો વહેલી સવારથી જ ભગવાન શનિદેવના દર્શન અને પૂજાઅર્ચના માટે ઉમટી પડા છે.

હજારો શનિભકતો ઉમટા
પોરબંદરથી માત્ર ૩૦ કિલોમીટર દૂર આવેલા હાથલા ગામે ભગવાન શનિદેવનું પ્રાચીન મંદિર છે, આ સ્થળને ભગવાન શનિદેવનું જન્મસ્થાન પણ માનવામાં આવે છે અને અહીંયા હજારો શનિભકતો શનિવાર સહિત રજાના દિવસોમાં ભગવાન શનિદેવના દર્શનાર્થે ઉમટી પડે છે ત્યારે આજે સોમવારે શનૈશ્ર્વર જયંતિ હોવાથી શનિમંદિર હાથલા ખાતે હજારો શનિભકતો દેશ–વિદેશમાંથી ભગવાન શનિદેવના દર્શનાર્થે ઉમટી પડા છે. શનિજયંતિને ઉજવવા માટે શનિભકતોમાં ભારે ઉમગં જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ ભકતો લાંબી કત્તારમાં ગોઠવાઇ ગયા હતા. શ્રી શનિભકત મંડળ દ્રારા મહાપ્રસાદીનું પણ વિતરણ અવિરત કરવામાં આવ્યું હતું જેનો હજારો શ્રદ્ધાળુ–ભકતોેએ લાભ લીધો હતો.

હજારો લોકોએ પનોતી રૂપે બુટ–ચંપલ ઉતાર્યા
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શનિદેવના મંદિરે હજારો લોકો દર્શનાર્થે પહોંચી ગયા હતા ત્યારે સંકુલમાં પનોતિરૂપે બુટ–ચંપલ તથા જુના કપડા ઉતાર્યા હતા. આ મંદિરે દર્શન કરવા આવતા અસંખ્ય લોકોમાં એવી માન્યતા છે કે, ભગવાન શનિદેવને ત્યાં પનોતી ઉતારવાથી જીવનમાં સુખ–શાંતિ આવે છે તેથી આ મંદિર બહાર હજારો બુટ–ચંપલોનો તેમજ જુના કપડાનો ઢગલો થઇ ગયો છે અને સાંજ સુધીમાં ટ્રેકટરો ભરાય તેટલો જથ્થો એકત્ર થઈ જશે.

શનિકુંડના સ્નાનનું અનેરૂ મહાત્મ્ય
હાથલાનો શનિશ્ર્વર કુંડ સાતમી સદીનો, આજથી તેરસો–ચૌદસો વર્ષ પ્રાચીન હોવાનું પુરાતત્ત્વવિદો માને છે. શનિમંદિરની સામે જ આ પ્રાચીન શનિકુંડ આવેલો છે અને ત્ા ં દર્શનાર્થે આવતા લોકો મંદિરમાં પુજન–અર્ચન કરે તે પહેલા શનિ–કુંડમાં સ્નાન કર્યા હતા. જો કે, આ કુંડની અંદર જઇ શકાતું નથી પરંતુ ઉપરના ભાગે ન્હાવાની વ્યવસ્થા કરી દીધી હતી અને કુંડના પાણી ઉપર પહોંચાડવામાં આવતા હોવાથી તેનો પણ અસંખ્ય ભકતોએ લાભ લીધો હતો

Comments

comments