હાદિર્કના બિનશરતી પારણાને રાજય સરકારનો આવકારઃ નીતિન પટેલ

September 12, 2018 at 3:59 pm


હાદિર્ક પટેલે આજે પોતાના આમરણાંત ઉપવાસનો અંત કરીને પારણા કરવાની જાહેરાત કર્યા બાદ રાજય સરકારે આ બારામાં પોતાનો મત વ્યકત કર્યો છે અને આજે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે એમ કહ્યું હતું કે હાદિર્ક પટેલે પારણા કરવાનો નિર્ણય મોડો લીધો છે પરંતુ તે સારો નિર્ણય છે. રાજય સરકાર હાદિર્ક પટેલના બિનશરતી પારણાને આવકારે છે.

નીતિન પટેલે કહ્યું કે અમે પણ એટલે કે સરકારે હાદિર્ક પટેલને પારણા કરવાની સલાહ આપી હતી પરંતુ હાદિર્કે એ સલાહ માની ન હતી. નરેશભાઈ પટેલ રાજકોટથી હાદિર્ક પટેલને મળવા ગયા છતા એમની માંગણી હાદિર્કે સ્વીકારી નહી.

નિતિન પટેલે એવો કટાક્ષ પણ કર્યો હતો કે હાદિર્ક પટેલે બીજા રાજયના નેતાના હાથે પાણી પીધુ પરંતુ નરેશ પટેલનું માન રાખ્યું નથી. જો કે રાજય સરકાર હાદિર્કના બીનશરતી પારણાને આવકારે છે. હવે જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. અમારી સરકારે રાજયના નાગરિકોને મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યા છે.

એમણે કહ્યું કે સાથે બેસીને રજૂઆતો અને માંગણીઆે થવી જોઈએ અને તેમાં વ્યાજબીપણુ હોવું જોઈએ. સમાજના લોકો જે લાગણી વ્યકત કરે તે વ્યાજબી હોય તો તેનો સ્વીકાર કરે છે. પાટીદાર કે પછી અન્ય સમાજના આગેવાનોની માંગણી અમે સાંભળીએ જ છીએ અને રજૂઆત જો યોગ્ય હોય તો સરકાર તેનો સ્વીકાર કરે છે. આગામી દિવસોમાં આ મુદ્દા પર રજૂઆત થશે તો પણ ચર્ચા થશે. લાલજીભાઈ પટેલ અમને મળશે અને ચર્ચા કરશે અને તેમાં જો વ્યાજબી હશે એટલી માંગણી સ્વીકારવામાં આવશે.

Comments

comments

VOTING POLL