હાદિર્ક પંડીયા વિવાદ પર પ્રથમવાર બોલ્યો કરણ જોહર

January 24, 2019 at 2:39 pm


કોફી વિથ કરણમાં પોતાની વાતોને કારણે qક્રકેટર હાદિર્ક પંડéા અને કેએલ રાહુલ વિવાદોમાં ફસાઇ ગયો હતો. આપિત્તજનક વાતોને કારણે હાદિર્ક પંડéા ન માત્ર ટ્રાેલ થયો પરંતુ મામલો બીસીસીઆઈ સુધી પહાેંચી ગયો અને બોર્ડે તેનાપર કાર્યવાહી કરી હતી. દરેક તરફ વિવાદની ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે પ્રથમવાર શોના હોસ્ટ કરણ જોહરે આ વિવાદ પર ટિપ્પણી કરી છે.
એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કરણે કહ્યું કે, આ મામલા માટે તે પોતે જવાબદાર છે. કરણે કહ્યું, મારે કહેવું છે કે હું આ માટે ખુદ જવાબદાર છું. તે મારુ પ્લેટફોર્મ હતું અને તે મારા ગેસ્ટ હતા. શોને કારણે થયેલી તમામ મુશ્કેલી અને વિવાદોને કારણે હું જવાબદાર છું. હું ઘણી રાતો સુધી જાગતો રહ્યાે અને વિચારતો રહ્યાે કે આ નુકસાનની ભરપાઇ કઈ રીતે કરવામાં આવે. મને કોણ સાંભળશે. આ બધુ મારા કંટ્રાેલથી બહાર જતું રહ્યું છે.

Comments

comments