હાદિર્ક પટેલના પારણા, આંદોલન ચાલું રાખવાની જાહેરાત

September 12, 2018 at 4:01 pm


પાટીદાર અનામત, ખેડૂતોની દેવામાફી અને ‘પાસ’ના અલ્પેશ કથિરીયાના છૂટકારાની માગણી સાથે 18 દિવસથી અનશન ઉપર ઉતરી ગયેલા ‘પાસ’ના પ્રણેતા હાદિર્ક પટેલે આજે 19મા દિવસે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે હાદિર્ક પારણા કર્યા હતાં. આ પ્રસંગે હાદિર્ક પટેલે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સમાજ માટે મારું આંદોલન ચાલુ રહેશે. આ કાર્યક્રમને કારણે સમાજ વધુ સંગઠીત થયો છે. પારણા કરતાં પહેલાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે હાદિર્કે અનશન છોડવાનો નિર્ણય લીધો છે તે વાત જાણીને મને ખૂબ જ આનંદ થયો હતો. આજે અમે છીએ પરંતુ કાલે નહી હોય તેથી સમાજને સંગઠિત રાખવાની જવાબદારી હાદિર્ક જેવા યુવાઆેના ખભે જ આવવાની છે તેથી સંગઠતિ થઈને રહેવું સમાજ માટે હિતાવહ રહેશે. સમાજમાં કોઈ આવીને તડાં ન પડાવી જાય તે જોવા પણ તેણે ખાસ તાકિદ કરી હતી. તેમણે જણાવ્યું કે હાદિર્કે સમાજ માટે ખૂબ જ મહેનત કરી છે અને તે એળે નહી જાય. નરેશ પટેલ ઉપરાંત ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલ, સી.કે.પટેલ સહિતના હસ્તે હાદિર્કે પારણા કર્યા હતા.

આ પહેલાં ‘પાસ’ના કન્વીનર મનોજ પનારાએ પત્રકારોને જણાવ્યું કે સમગ્ર સમાજની માગણી હતી કે

અમારે હાદિર્ક જીવતો અને સ્વસ્થ જોઈએ છે તેથી તેણે પારણા કરી લેવા જોઈએ અને પોતાની લડત યથાવત રાખવી જોઈએ. સમાજની આ માગણીને ધ્યાનમાં રાખી હાદિર્ક પટેલે પારણા કરવાનો નિર્ણય લીધો હતો. સાથોસાથ તેણે એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે જેલમાં બંધ કરી દેવાયેલા સુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાને છોડવામાં નહી આવે તો સુરતથી લઈ સૌરાષ્ટ્ર સુધી આંદોલન કરવામાં આવશે અને પાટીદારો રસ્તા પર ઉતરી આવશે.

મનોજ પનારાએ કહ્યું કે હાદિર્કના 18 દિવસના અનશન આંદોલન બાદ 16 હજાર ગામોમાં લોકોએ ઉપવાસ કર્યા હતાં અને રાક્ષસ જેવી સરકાર સામે લડત આપી હતી. આ દરમિયાન 3000 જેટલા પોલીસ જવાનોએ પણ ફરજ નિભાવી હતી. આ તમામ લોકોનો પાસ દ્વારા આભાર માનવામાં આવે છે.

તેણે ઉમેર્યું કે હાદિર્કના અનશન પૂરા થયા બાદ લડતનો અંત નહી આવે હજુ ખેડૂતોની દેવામાફી, પાટીદાર અનામત સહિતના મુદ્દે ‘પાસ’ દ્વારા સરકાર સામેનો જંગ યથાવત જ રહેશે. હાદિર્કના અનશન બાદ હવે લોકો સરકારને પ્રñ પૂછતાં થઈ ગયા છે કે ખેડૂતોના દેવા માફ ક્યારે થશે. આ ઉપરાંત અનેક મુદ્દે લોકોમાં જાગૃતતા આવી છે અને સરકાર સામે બાંયો ચડાવી છે.

Comments

comments

VOTING POLL