હાદિર્ક પટેલના સમર્થનમાં પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા : ઠેરઠેર દેખાવ અને પ્રદર્શન

September 6, 2018 at 11:08 am


પાટીદારોને અનામત આપવા તથા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા પાટીદાર યુવા નેતા હાદિર્ક પટેલના સમર્થનમાં હવે લોકો રોડ પર ઉતરી આવતા સરકારે સમગ્ર રાજ્યમાં પોલીસને એલર્ટ પર રહેવાના આદેશ આપી દીધા છે એક તરફ હાદિર્ક પટેલ પોતાની માગણીઆે નહી સ્વીકારાય ત્યાં સુધી ઉપવાસ છોડવાના મૂડમાં નથી ત્યાં બીજી તરફ રાજ્ય સરકાર ધામિર્ક સંસ્થાઆે સહિત પાટીદાર આગેવાનો દ્વારા હાદિર્ક ઉપર ઉપવાસ છોડવા માટે ચારે તરફથી દબાણ લાવી રહી છે.
રાજ્ય સરકાર હાદિર્ક પટેલની માગણીઆે સ્વીકારવા તૈયાર થતી ન હોવાથી હવે પાટીદાર સમાજની ધીરજ ખૂટવા લાગી છે અને મહિલાઆે સહિત યુવાનો રાજ્યમાં ઠેર ઠેર રોડ પર ઉતરી આવ્યા છે જેમાં મહિલાઆેએ મહેસાણા સુરત બોટાદ વગેરે અનેક સ્થળોએ થાળી વગાડી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે પાટીદાર યુવાનોએ રામધૂન ઉપરાંત માથે મુંડન કરાવી તેમ જ કેન્ડલ માર્ચ યોજી શરુઆતમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ આ અહિંસક આંદોલનની સરકાર ઉપર ધારી અસર નહી થતા છેવટે નાના-મોટા છમકલા ના પણ અહેવાલો મળી રહ્યા છે. આંદોલનને ઉગ્ર બનાવાવા આજે બેચરાજી બંધનું એલાન પણ આપવામાં આવ્યુ છે
રાજ્ય સરકાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નો ઉલ્લેખ કરી અનામત આપી શકાય તેમ નથી તેવો બચાવ કરી રહી છે અને ખેડૂતોના દેવા માફ કરવાની બાબતમાં રાજ્ય સરકાર ખેડૂતો વધુ સમૃÙ બને તે દિશામાં કાર્ય કરી રહી હોવાનો ખુલાસો કરી રહી છે ત્યારે હાદિર્ક પટેલના સમર્થનમાં પાસ ના કન્વીનરે રાજ્ય સરકારને 24 કલાકનું અિલ્ટમેટમ આપી આંદોલન ઉગ્ર તબક્કામાં પ્રવેશે તે અગાઉ સકારાત્મક વલણ અપનાવવા તથા માગણીઆે સ્વીકારી લેવાની સ્પષ્ટ ચેતવણી આપી છે જેના કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આગામી તહેવારો દરમ્યાન રાજ્યની શાંતિ ન જોખમાય તે માટે સમગ્ર રાજ્યમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને સ્થિતિ ઉપર વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્ય સરકાર હવે ગમે તે ઘડીએ હાદિર્ક પટેલને હોસ્પિટલમાં લઈ જશે અને ત્યાં હાદિર્કની પરાણે સારવાર શરુ કરાવશે તેવા સંકેતો મળી રહ્યા છે ત્યારે પાસ ના આગેવાનોએ સરકારની કોઈ પણ આવી હરકતને સાંખી લેવામાં નહી આવે તેમ જણાવી સરકાર હાદિર્ક પટેલ પાસે આવી સમાધાનની ફોમ્ર્યુલા રજૂ નહી કરે તો હાદિર્ક પટેલ જળનો પણ ત્યાગ કરશે તેવી પણ કડક ચેતવણી ઉચ્ચારી છે.
એક તરફ સતત 14 દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનને કારણે હાદિર્ક પટેલનું સ્વાસ્થ્ય ઉતરોતર કથળી રહ્યું છે અને સરકાર હજુ પણ મગનું નામ મરી પાડવા તૈયાર થતી નથી સરકાર ચિંતા કરી રહી છે તેવું પ્રજાને બતાવા નિવેદનબાજી નો દોર શરુ કર્યો છે ત્યારે કાેંગ્રેસે પણ હાદિર્ક પટેલ ના ઉપવાસ આંદોલનને સમર્થન જાહેર કરી મુખ્યમંત્રી વિજય રુપાણી ને આજે મળવાનો સમય માંગ્યો છે અને તેમની સામે હાદિર્ક પટેલ ની ચિંતા કરી આ આંદોલન વહેલામાં વહેલું સમેટાય તે માટે રજૂઆત કરવાનો તખ્તાે ગોઠવ્યો છે. કાેંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે ચાર વાગે મુખ્યમંત્રીને મળશે.
હાદિર્ક પટેલના આંદોલનને દેશના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા સમર્થન મળી રહ્યું છે અને ભાજપના પણ બે મોદી વિરોધી આગેવાનો શત્રુધ્નસિંહા તથા યશવંતસિંહાએ હાદિર્ક મુલાકાત લઇ તેના આંદોલનને વ્યાજબી ફેરવ્યું છે ત્યારે આંદોલનકારીઆે ના જુસ્સામાં બમણો વધારો થયો છે. જેને લઈ આ આંદોલનમા એકાએક જુદો વળાંક આવ્યો છે અને પાટીદાર મહિલાઆે યુવાનો તથા બાળકો વૃદ્ધાે વગેરે ફરી એકવાર રોડ પર ઉતરી આવ્યા છે. જેનાથી રાજ્યની સુલેહ શાંતિ જોખમાશે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે આ સ્થિતિમાં એક તરફ રાજ્ય સરકારમાં બેઠકો નો ધમધમાટ શરુ થયો છે અને રાજ્યનો ગૃહ વિભાગ તમામ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યાે છે ત્યારે બીજી તરફ હાદિર્ક પટેલ તથા તેના સમર્થકો કોઈપણ ભોગે પાછીપાની કરવા તૈયાર નથી તેવા સંજોગોમાં આંદોલન સામે કેવી રીતે કામ પાર પાડવું તે રાજ્ય સરકાર માટે એસિડ ટેસ્ટ સમાન બની રહ્યું છે તેમ પણ સુત્રો જણાવી રહ્યા છે.

Comments

comments