હાદિર્ક પટેલની સઘન સારવારઃ અનશન યથાવત

September 8, 2018 at 3:05 pm


છેલ્લા 14 દિવસ અનશન ઉપર ઉતરી ગયેલા પાસ નેતા હાદિર્ક પટેલની ગઈકાલે તબિયત લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પાસને ત્યાં કંઈક અજુગતું થવાની આશંકા થતાં હાદિર્કને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. હાદિર્કને એસજીવીપીમાં દાખલ કરાયો હોય હોસ્પિટલ ફરતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે હાદિર્કના અનશન હજુ ચાલું હોવાનું તેણે ટવીટ કરીને જણાવ્યું હતું.
હાદિર્કે કરેલા ટવીટમાં જણાવ્યું કે મારું અનિશ્ચિતકાળનું ઉપવાસ આંદોલન ચાલું છે. જ્યાં સુધી મારી માગણી પૂરી નહી થાય ત્યાં સુધી અમે આંદોલનને ખતમ નહી કરીએ. મને ગ્લુકોઝની બોટલ લગાવાઈ છે પરંતુ મારો અન્ન અને જળનો ત્યાગ યથાવત છે. હું લડતો રહીશ પરંતુ હાર નહી માનું. હું ખેડૂતો અને સમાજના ગરીબ લોકો માટે મરતા દમ સુધી લડતો રહીશ.
બીજી બાજુ હાદિર્કને પારણા કરાવવા માટે અમદાવાદ ગયેલા ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે મુખ્યમંત્રી સહિતનાઆે સાથે ગાંધીનગરમાં બેઠક કરનાર હોવાની અટકળો હતી પરંતુ તેના ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આજે નરેશ પટેલની મુખ્યમંત્રી સાથે કોઈ બેઠક નહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments

comments

VOTING POLL