હાદિર્ક પટેલ આજે પારણાં કરશે ? : આંદોલન સમેટવા પ્રયાસો

September 7, 2018 at 11:02 am


પાટીદાર અનામત અને રાજ્યના ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલના અનશન આંદોલનનો આજે ચૌદમો દિવસ છે ગઈકાલથી હાદિર્ક પટેલે પોતાની માગણીઆેને વળગી રહેવા અને સરકાર ઉપર દબાણ ઉભુ કરવા જળનો પણ ત્યાગ કર્યો હતો જેના કારણે આંદોલન ખૂબ જ સંવેદનશીલ તબક્કામાં પ્રવેશ્યું છે હાદિર્ક પટેલ નું સ્વાસ્થ્ય દિનપ્રતિદિન કથળી રહ્યું છે. આ સ્થિતિમાં સમગ્ર પાટીદાર સમાજ તથા સરકાર દ્વારા હાદિર્ક અનશન છોડે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં આજે બપોરે ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલ હાદિર્ક પટેલને મળશે અને તેમના પારણા છોડાવશે તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલની મધ્યસ્થી બાદ હાદિર્ક પટેલ આજે પારણાં કરશે તેવી અટકળોએ પણ જોર પકડયું છે આમ આજનો દિવસ આ આંદોલન માટે મહત્વનો સાબિત થઈ શકે છે.

હાદિર્ક પટેલના સમર્થનમાં પાટીદારોની સાથે સાથે હવે રાજ્યના ખેડૂતો પણ રોડ પર ઉતરી આવ્યા હોવાથી આંદોલન હવે અંતિમ તબક્કામાં પહાેંચી ગયું છે અને સરકાર સામે પાટીદારો અને ખેડૂતો આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા હોય તેવા સંકેતો મળી રહ્યા છે જો કે પાટીદાર સમાજના આગેવાનો તથા ધામિર્ક સંસ્થાઆે ઉપર હાદિર્કને પારણાં કરાવવા ભાજપ સરકારનું સતત દબાણ વધી રહ્યું છે આ પરિપેક્ષમાં ખોડલધામ ટ્રસ્ટના આગેવાન નરેશ પટેલ આજે હાદિર્ક પટેલને મળશે અને તેમને પારણાં કરાવવાનો પ્રયાસ કરશે તેવી જાહેરાત ખુદ નરેશ પટેલે કરતા આજે હાદિર્ક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત આવશે તેમ જાણવા મળે છે. નરેશ પટેલે હાદિર્કની યોગ્ય માંગણીનો રાજ્ય સરકારે સ્વીકારવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. પરંતુ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની સૌપ્રથમ પ્રાથમિકતા હાદિર્ક પટેલને પારણા કરાવવાની રહેશે અને પારણા કરી લીધા બાદ હાદિર્ક પટેલની માંગણી અંગે રાજ્ય સરકારને રજૂઆત કરીશ.

દરમિયાન બીજી તરફ કાેંગ્રેસ પક્ષે આંદોલનમાં રાજકીય રંગ પુરી હાદિર્ક પટેલ પાસેથી ખેડૂતોના દેવા માફી નો મુદ્દાે આંચકી લઈ આજે સમગ્ર રાજ્યમાં 24 કલાકના ઉપવાસ કરવાની જાહેરાત કરતા આ મુદ્દે ભાજપ અને કાેંગ્રેસ બંને સામે આવી ગયા છે કાેંગ્રેસે ખેડૂતોના દેવા માફ નહી થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારી છે ત્યારે ભાજપે પણ વળતો પ્રહાર કરી હાદિર્કના આંદોલનને ટેકો જાહેર કરનાર કાેંગ્રેસ અનામતના મુદ્દે કેમ રહસ્યમય ચૂપકીદી સેવી રહી છે તેનો સૌપ્રથમ ખુલાસો કરે તેવી માગણી કરી છે આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને મગરના આંસુ સારનાર કાેંગ્રેસના શાસનમાં છે ખેડૂતો વધુ કંગાળ બન્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે સાથોસાથ ભાજપના શાસનમાં ખેડૂતો સમૃÙ બન્યા હોવાની દલીલ કરી ભાજપના વધુ ફાયદા માટે હંમેશા કાર્યશીલ રહી છે તેઆે પણ દાવો કર્યો છે હાદિર્ક પટેલના આમરણાંત અનશન થી શરુ થયેલી આ લડતના હવે બે ફાંટા પડી ગયા છે જેમાં પાટીદાર સમાજ માટે અનામતની માંગણી નો મુદ્દાે હાદિર્ક પટેલ પાસે પાસે રહેવા દઇ કાેંગ્રેસે ખેડૂતોના દેવા માફી નો મુદ્દાે હાદિર્ક પાસેથી આચકી લીધો છે.

સતત 14 દિવસના ઉપવાસને કારણે હાદિર્ક પટેલનું સ્વાસ્થ વધુને વધુ કથળી રહ્યું હોવાથી બંને પક્ષે હવે હાદિર્ક ને સમજાવવાના તથા પારણા કરાવવાના પ્રયાસો જોરદાર રીતે શરુ થઈ ગયા છે અને હાદિર્ક પટેલના ઉપવાસ છાવણી ની આસપાસ તેમજ રાજ્ય સરકાર માં ચાલતી ચર્ચા મુજબ હાદિર્ક પટેલના પારણાનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને ખૂબ જ ટૂંક સમયમાં આંદોલનનો સુખદ ઉકેલ આવશે તેમ પણ સૂત્રો જણાવી રહ્યા છે

મેં વ્યિક્તગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથીઃ હાદિર્ક પટેલ
ગોધરાકાંડના ગુંડા એવા ગુજરાત ભાજપના નેતાઆેને હું મરી જાઉં તો શું ફરક પડશે ?: હાદિર્કનું ટવીટ

પાટીદાર અનામત અને ખેડૂતોની દેવામાફીને લઈને 14 દિવસથી અનશન ઉપર ઉતરી ગયેલા ‘પાસ’ નેતા હાદિર્ક પટેલે આજે સવારે ટવીટ કરીને કહ્યું કે મેં વ્યિક્તગત કોઈને મધ્યસ્થી કરવા માટે કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યિક્ત આંદોલનના મુખ્ય મુદ્દાઆેનું સમાધાન કરી શકે છે. હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું. હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઆે સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે.

જ્યારે અન્ય એક ટવીટમાં ભાજપની ટીકા કરતાં હાદિર્કે કહ્યું કે ગોધરાકાંડના ગુંડા એવા ભાજપના નેતાઆેને હું મરી જાઉં તેનાથી કંઈ ફરક પડતો નથી. હજારો લોકોની હત્યા કરીને તેણે સત્તા પ્રાપ્ત કરી છે. 13 દિવસના અનશન બાદ પણ ભાજપવાળાઆેએ અત્યાર સુધી ખેડૂતો અને સૌથી મોટા પટેલ સમુદાય અંગે કંઈ વિચાર્યું પણ નથી અને કશું બોલ્યું પણ નથી પરંતુ કોઈ ચિંતા નથી કેમ કે ચૂંટણી નજીક આવી જ રહી છે.

હાદિર્કની તબિયત વધુ લથડી, બેભાન થઈ જવાની શક્યતા
ડોક્ટરોની હોસ્પિટલમાં દાખલ થઈ જવા સલાહ, હાદિર્કનો ઈનકારઃ શરીરના અંગો ખરાબ થઈ જવાનો ખતરો

14 દિવસથી અનશન ઉપર ઉતરી ગયેલા હાદિર્ક પટેલની તબિયત આજે અત્યંત લથડી ગઈ છે અને હવે તે બેભાન થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હાદિર્ક માટે તૈનાત કરાયેલા ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી હતી પરંતુ હાદિર્કે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે જો હાદિર્ક અત્યારે દાખલ નહી થાય અને સારવાર નહી લ્યે તો તેના અંગો ખરાબ થઈ જવાનો ખતરો તોળાઈ રહ્યાે છે. ડોક્ટરોની વારંવારની ચેતવણી છતાં હાદિર્ક ટસનો મસ થયો ન હતો અને અનશન ચાલું રાખવા જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL