હાફિઝની રાજકીય પાર્ટીને આતંકી સંગઠન જાહેર કરતુ અમેરિકા

April 3, 2018 at 10:38 am


મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના હાફિઝ સઇદને અમેરિકાએ જોરદાર ઝાટકો આપ્યો છે. સંયુકત રાષ્ટ્ર અમેરિકાએ મંગળવારના રોજ હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને વિદેશી આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. એટલે કે હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને અમેરિકાએ આતંવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. આપ્ને જણાવી દઇએ કે સઇદ 26-11 મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને પાકિસ્તાનમાં તેને પોતાની રાજકીય પાર્ટી બનાવી લીધી છે.
અમેરિકાના રાજ્ય વિભાગે મંગળવારના રોજ આતંકી સંગઠનોની યાદીમાં પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા (એલઇટી) અને તહરીક-એ-આઝાદી-એ કાશ્મીર (તાજક)ને સામેલ કરવા માટે સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો. અમેરિકાએ હાફિઝ સઇદના સંગઠન મિલ્લી મુસ્લિમ લીગના 7 સભ્યોને પણ લશ્કરની તરફથી આતંકી ગતિવિધિઓમાં સામે થવાના લીધે વિદેશી આતંકી તરીકે જાહેર કર્યો છે.
અમેરિકાએ આ પહલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પાકિસ્તાનના ચૂંટણી પંચે એમએમએલને એક રાજકીય પક્ષ તરીક રજીસ્ટર્ડ કરવા માટે આંતરિક મંત્રાલય દ્વારા મળેલ મંજૂરી પ્રમાણ પત્ર રજૂ કરવા માટે કહ્યું હતું. આપ્ને જણાવી દઇએ કે હજુ સુધી ચૂંટણી પંચે રાજકીય પક્ષ તરીકે તેને મંજૂરી આપી નથી.
આની પહેલાં ચૂંટણી પંચે એમએમએલના એક રાજકીય પક્ષ તરીકે રજીસ્ટર્ડ કરવા માટે અરજીને રદ કરી દીધી હતી. કારણ કે આંતરિક મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની સાથે તેના સંબંધો પર આપત્તિ વ્યક્ત કરી હતી.
આપ્ને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાને આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક એવા અધ્યાદેશ પર હસ્તાક્ષર કયર્િ જેનો ઉદ્દેશ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા તથા તાલિબાન જેવા સંગઠનો પર લગામ લગાવી છે. આ યાદીમાં હાફિઝ સઇદનું સંગઠન જમાત-ઉદ-દાવા (જેયુડી) પણ સામેલ છે.
ટિપ્પણીઓ અત્યાર સુધી પાકિસ્તાન જમાત ઉદ દાવા જેવા સંગઠનોને બસ આતંકી યાદીમાં રાખીને કામ ચલાવી રહ્યાં હતા. કયારેક પ્રતિબંધની વાત કરતાં હતા તો કયારેક તેના પર આર્થિક રીતે ફંડ લેવા માટે પ્રતિબંધની વાત કરતાં હતા. પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા અધ્યાદેશ પર હસ્તાક્ષર બાદ જમાત ઉદ દાવાને આતંકી સંગઠન તરીકે જાહેર થઇ ગયું છે.

Comments

comments

VOTING POLL