હાર્દિકના ઉપવાસનો ચોથો દિવસ: એનસીપીના પ્રફુલ પટેલ મળવા આવે તેવી શક્યતા

August 28, 2018 at 12:19 pm


પાસ કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. આજે હાર્દિક પટેલની મુલાકાત માટે એનસીપીના નેતા પ્રફુલ પટેલ આવે તેવી શક્યતા છે. ચોથા દિવસે હાર્દિક પટેલની મેડિકલ તપાસ કરવામાં આવતા તેનું બ્લેડપ્રેશર અને સુગર લેવલ સામાન્ય રહ્યું છે. સોમવારે હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, તેમજ આ અંગે માનવાધિકાર પંચને પણ રજુઆત કરી હતી. બાદમાં ધારાસભ્યો હાર્દિક પટેલને પણ મળ્યા હતા.

Comments

comments

VOTING POLL