હાર્દિક પટેલના ઉપવાસને પગલે રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

August 25, 2018 at 6:04 pm


પાટીદારને અનામત આપવાની માગણી સાથે આજ સવારથી પાસના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ પર બેસી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જેને પગલે રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ અલગ અલગ 8 ટીમ બનાવી શહેરભરમાં સઘન પેટ્રાેલીગ શરૂ કર્યું છે. તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે કોઈ પડકાર ઉભો ન થાય તે માટે તમામ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ કરાયો છે. તેમજ શહેરના તમામ પ્રવેશ દ્વાર પાસે સઘન વાહન ચેકીગ કરવા આદેશ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં કાલાવડ રોડ, મવડી ચોકડી, નાનામવા સર્કલ, કુવાડવા રોડ, આજીડેમ ચોકડી, મોરબી રોડ સહિતના માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ગતરાત્રીથી પોલીસે સઘન પેટ્રાેલીગ શરૂ કર્યું છે.

Comments

comments

VOTING POLL