હાર્દિક પટેલને થપ્પડ મારનારા તણ ગજ્જરે 30થી 40 લોકો સામે નોંધાવી ફરિયાદ

April 20, 2019 at 10:38 am


સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને થપ્પડ મારનારા તરુણ ગજ્જરે 30થી 40 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તરુણે જણાવ્યું કે તેના પર 30થી 40 લોકોના ટોળાએ માર માર્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસે તરુણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના બલદાણા ગામે હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો ત્યારે તરુણ ગજ્જરે સ્ટેજ પર જઇને હાર્દિક પટેલને થપ્પડ મારી હતી. થપ્પડ બાદ હાર્દિક પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જો હવે હવે થપ્પડ મારનારા તરુણ ગજ્જરે પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં 30થી 40 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તરુણ ગજ્જરે જણાવ્યું કે થપ્પડ માયર્િ બાદ સ્ટેજ પર હાજર 30થી 40 લોકોના ટોળાએ તને ઢીકાપાટુનો માર માર્યો હતો. તરુણની ફરિયાદ બાદ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL