હાર્દિક વર્લ્ડકપમાં ભલભલા બોલરોને ધોકાવશે: સ્ટીવ વોની ભવિષ્યવાણી

June 12, 2019 at 10:37 am


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ વર્તમાન વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાના વર્ચસ્વની ભવિષ્યવાણી કરી છે કે જે પ્રમાણે દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુસ્નરે 1999ની સ્પધર્મિાં કયુર્ં હતું અને તેનું માનવું છે કે તે ભારતીય ઓલ-રાઉન્ડરની ચોખ્ખી ફટકાબાજી હરીફ ટીમનો કોઈ કેપ્ટન રોકી શકતો નથી.

હાર્દિકે ગયા રવિવારે ઓવલ ખાતે ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં 27 બોલમાં 48 રન ફટકાયર્િ હતા જેના બળે ભારતે પાંચ વિકેટે 352 રનનો પડકારરૂપ જુમલો ઊભો કર્યો હતો અને વળતા જવાબમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમ ફક્ત 316 રનમાં આઉટ થઈ જતા ભારતનો 36 રનથી વિજય થયો હતો. હાર્દિક પંડયાની બેટિંગથી હરીફ ટીમ થથરી ઊઠે છે અને તે 1999માં લાન્સ ક્લુસ્નર સમાનનો દેખાવ કરશે તથા તેની ચોખ્ખી ફટકાબાજીને કોઈ રોકી શકતું નથી, એમ વોએની વેબસાઈટ પર લખ્યું હતું.

હાર્દિકે તેના આક્રમક દાવમાં ચાર ચોક્કા અને ત્રણ છગ્ગા ફટકાયર્િ હતા જેમાંથી વોને 20 વર્ષ અગાઉ ઈંગ્લેન્ડમાં 1999ના વર્લ્ડ કપમાં ક્લુસ્નરની ફટકાબાજીની યાદ તાજી થઈ હતી કે જ્યારે તે સ્પધર્નિો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયો હતો. ડાબોડી બેટ્સમેન ક્લુસ્નરે ત્યારે નીચલા ક્રમની બેટિંગમાં 122.17ની સ્ટ્રાઈક-રેટ સાથે 281 રન નોંધાવ્યા હતા.
ભારત સામેના પરાજય છતાં, વોના કહેવા પ્રમાણે ઑસ્ટ્રેલિયા હજી પણ સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ મેળવી શકશે. તેનું માનવું છે આ વર્લ્ડ કપ ઘણો ખુલ્લો છે જેમાં છ ટીમ લોડ્ર્સ ખાતેની ફાઈનલ મેચ જીતવા ફેવરિટ છે.

Comments

comments