હાર્દિક સામે મને અંગત વિરોધ હોવાથી મે તેને માર્યો: હુમલાખોર તણ ગજજરની કબુલાત

April 19, 2019 at 4:30 pm


હાર્દિકના કારણે હં તથા મારો પરિવાર ખુબ હેરાન પરેશાન થયા છીએ. હાર્દિક સામે મને અંગત વાંધો હતો અને તેથી મેં તેને ફડાકો માર્યો છે તેવી વાત હાર્દિક પર હમલો કરનાર તણ ગજજરે મીડીયા સમક્ષ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વારંવારના આંદોલનના કારણે મારા પત્નીની પ્રસુતીમાં હં હેરાન થયો હતો. પાટીદાર સમાજના અનેક મોટા નેતાની વાત પણ હાર્દિક માનતો ન હોવાથી મેં હમલો કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે લીંબડી ખાતેના સર્કીટ હાઉસ પાછળ પીડબલ્યુડીના ગ્રાઉન્ડ ખાતે હેલીકોપ્ટર મારફતે આવી ત્યાર બાદ મોટર માર્ગે વઢવાણ તાલુકાના બલદાણા ગામ ગયેલ હતો. જયાં હાર્દિક પટેલનું પ્રવચન ચાલતું હતું જે દરમ્યાન એક વ્યકિત સ્ટેજ પર આવી 13 લોકોને ભરખી ગયો, 14 પાટીદાર મરી ગયા, તેવું બોલતા બોલતા હાર્દિક પટેલને એક લાફો મારેલ હતો. ત્યાર બાદ હાર્દિક પટેલને લાફો મારનારને સભા ખાતે હાજર લોકોએ પકડીને માર મારવાની કોશિષ કરતા તાત્કાલીક સ્થળ ખાતે બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સ્ટેજ પર પહોંચી ગયા હતા. હાર્દિક પટેલને લાફો મારનારને વ્યકિતને તાત્કાલીક કાર્યક્રમ સ્થળેથી લીંબડી પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને ત્યાંથી તેને સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર અર્થે લાવેલ છે.

હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિનું નામ તણ મનુભાઈ ગજજર રહે. જાસલપુર તા. કડી જી. મહેસાણા તથા હાલ રહે. શીકાગો ફલેટ કડી ખાતે રહે છે. આ વ્યકિતને લીંબડી પોલીસ મથકમાં લઈ જવામાં આવતો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમો શાંતિપુર્ણ વાતાવરણમાં રહેનાર વ્યકિત છીએ. હાર્દિક પટેલના અંગત સ્વાર્થના કારણે અવારનવાર અમોને ખુબ તકલીફ પડેલ. મારી પત્ની પ્રેગ્નેન્ટ હતી તે વખતે તથા મારો દિકરો બીમાર હતો તે વખતે પણ ભારે અગવડતા મુશ્કેલી પડી હતી. મને સમાચાર માધ્યમથી અવારનવાર જાણવા મળ્યું હતું કે, હાર્દિક પટેલની સભા કઈ કઈ જગ્યાએ આયોજીત થયેલ છે. જેથી હં તા.13/4ના રોજ હં કલોલ હાર્દિકની સભામાં ગયો હતો ત્યાં હાર્દિક પટેલ આવેલ ન હતો. ત્યાર બાદ હં તા.17/4ના રોજ હં બાલીસાણા ગામે હાર્દિકની સભામાં પણ હં ત્યાં મોડો પડેલ હતો મને હાર્દિક પટેલના સ્વાર્થી વિચારોનો મને વિરોધ છે.

Comments

comments