હાલારમાં તાવના 225 કેસ નાેંધાયા: શરદી, ઉધરસના દર્દીઓ પરેશાન

February 5, 2018 at 1:38 pm


જામનગર શહેર જીલ્લામાં ફરીથી મિશ્ર વાતાવરણ શરૂ થઇ ચુકયુ છે, બપોરના ગરમી અને સવારે ઠંડી જેવું વાતાવરણ જોવા મળે છે, ત્યારે ગઇકાલે જી.જી. હોસ્પીટલની આેપીડીમાં 105 થી વધુ કેસ તાવના ખાનગી હોસ્પીટલમાં 115થી વધુ કેસ નાેંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે પણ જી.જી. હોસ્પીટલમાં ગામડામાંથી સામાન્ય તાવ અને શરદી, ઉધરસના દદ}આે જોવા મળ્યા હતા, ઠંડી ગરમીની મિશ્ર સીઝનથી ખાસ કરીને ગામડાના લોકો ખુબ જ કંટાળી ગયા છે અને અઠવાડીયાથી રોગચાળો જમ્બો જેટની ઝડપે વધી રહ્યાે છે. જી.જી. હોસ્પીટલની આેપીડીમાં આજે પણ સવારથી જ સામાન્ય તાવ અને શરદીના દદ}આે જોવા મળ્યા છે, ખાસ કરીને સમર્પણ હોસ્પીટલ, ઇન્દુ-મધુ હોસ્પીટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પીટલ અને આેશવાળ હોસ્પીટલમાં તાવ અને શરદી, ઉધરસના અસંખ્ય કેસો જોવા મળ્યા છે. ખાનગી હોસ્પીટલમાં તાવના અનેક વધુ દદ}આે જોવા મળ્યા છે, ગામડાઆેમાં ભારે ઠંડીના કારણે શરદી, ઉધરસ અને સામાન્ય તાવના કેસો વધી રહયા છે તે ખુબજ ચિંતાજનક છે.

કાલાવડ, ખંભાળીયા, લાલપુર, ભાણવડ, ધ્રાેલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર સહિતના ગામોમાં પણ રોગચાળો વધ્યો છે, ખાસ કરીને ગળુ દુઃખવું અને શરદી, ઉધરસના કેસો વધી ગયા છે, આગામી દિવસોમાં પણ રોગચાળાને કાબુમાં લેવાની ખાસ જરૂર છે. ડેન્ગ્યુના કેસો એકાદ બે હોય છે પરંતુ સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશનના કેસો વધતા જતા હોય લોકોમાં ચિંતા જોવા મળે છે, ગામડાના સીએચસી અને પીએચસી કેન્દ્રમાં પણ વાયરલ ઇન્ફેકશનના કેસો વધી ગયા છે, ત્યારે કેટલાય દદ}આેને અઠવાડીયા સુધી શરદી, ઉધરસના કેસો છે. છેલ્લા ચાર, પાંચ દિવસથી ફરીથી વાયરલ ઇન્ફેકશન અને તાવ, શરદીના કેસો જે રીતે વધી રહયા છે તેથી લોકો પણ પરેશાન થઇ રહયા છે, ગામડાઆેના સીએચસી અને પીએચસી કેન્દ્રાેમાં પણ તાવના કેસો વધી રહયા છે, આમ જિલ્લામાં ઠંડી-ગરમીના કારણે રોગચાળો ફºલ્યો ફાલ્યો છે.

Comments

comments

VOTING POLL