હાલાર હાઉસ અને ગુલાબનગરમાંથી 21 બોટલ ઇંગ્લીશ દારૂ સાથે બે શખ્સો પકડાયા

September 12, 2018 at 2:11 pm


જામનગર શહેરના નાગનાથ ગેઇટ વિસ્તારમાં તેમજ ગુલાબનગર વિસ્તારમાં ગઇરાત્રી દરમ્યાન પોલીસે બે અલગ અલગ શખ્સોને ઝડપી લઇ તેઆે પાસેથી ઇંગ્લીશ દારૂની કુલ 21 બોટલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના નાગનાથ ગેઇટ વિસ્તાર પાસે આવેલા હાલાર હાઉસ નજીકથી પસાર થઇ રહેલા નવાનાગનાના રમેશ ઉર્ફે રમલો મેઘજી કણજારીયા નામના સતવારા શખ્સ પલ્સર મોટરસાયકલમાં પસાર થતો હતો ત્યારે પો.કો. જસપાલસિંહ જેઠવાએ આંતરી તલાશી લેતા તેની પાસેથી રૂા. 4500ની કિંમતની ઇંગ્લીશ દારૂની 9 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થાે કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરી હતી. આ અંગેની વધુ તપાસ પીએસઆઇ ડી.ડી. લાડુમોરે હાથ ધરી છે.

બીજા બનાવમાં શહેરના ગુલાબનગર વિસ્તારમાં પોલીસચોકી પાછળના વિસ્તારમાં રહેતા તાફીક હુસેનભાઇ પીપરવાડીયા નામના પીજારા શખ્સને ગઇરાત્રી દરમ્યાન ઇંગ્લીશ દારૂની 12 બોટલ કિ. રૂા. 6 હજાર સાથે હિતેન્દ્રસિંહ જાડેજાએ ઝડપી લીધો હતો. આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL