હાસ્યલેખક સ્વ.તારક મહેતાના પત્નીં ઇન્દુબેનનું નિધન

January 19, 2019 at 5:13 pm


પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટéકાર તારક મહેતાનાં ધર્મપત્ની ઈન્દુ તારક મહેતાનું અમદાવાદ ખાતે 75 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ પૂર્વે આવેલા હાર્ટ અટેકને પગલે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની સ્થિતિ વધુ બગડેલી અને તેઆે કોમામાં ચાલ્યા ગયેલાં. ગયા વર્ષે 1 માર્ચના રોજ તારક મહેતાનું 87 વર્ષની વયે અવસાન થયેલું. ત્યારપછી ઈન્દુબેનની તબિયત નરમ ગરમ રહ્યાં કરતી હતી.
ઈન્દુબેન મહેતાની અંતિમ યાત્રા આજે તારીખ 19 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યે તેમના અમદાવાદ ખાતેના નિવાસસ્થાન પેરેડાઈઝ એપાર્ટમેન્ટ ખાતેથી નીકળશે અને પાલડી ખાતે આવેલા વી.એસ. સ્મશાનગૃહમાં તેમની અંતિમ વિધિ થશે. 20 જાન્યુઆરી, રવિવારે સાંજે 4થી 6 દરમિયાન ગંર હોલ, લો ગાર્ડન ખાતે રાખવામાં આવી છે.
તારક મહેતાએ પ્રથમ પત્ની ઈલા સાથે છૂટાછેડા લીધા બાદ ઈન્દુબેન સાથે લગ્ન કરેલાં. તારક મહેતાને પ્રથમ લગ્નથી એક દીકરી ઈશાની મહેતા છે, જેઆે પતિ ચંદ્ર શાહ અને સંતાનો કુશાન-શૈલી સાથે અમેરિકા ખાતે રહે છે. ઈન્દુબેનના અવસાન સમયે તેમનાં દીકરી-જમાઈ તેમની સાથે જ હતાં.
તારક મહેતાની પ્રસિÙ લેખશ્રેણી દુનિયાને Kધાં ચશ્માંમાં શ્રીમતીજીનાં પાત્ર તરીકે જાણીતાં ઈન્દુ મહેતાને અંગત જીવનમાં તારક મહેતા વ્હાલથી જાડી કહીને સંબોધતા, જ્યારે ઈન્દુબેન તારકભાઈને વ્હાલુ કહીને સંબોધતાં એ વાત તારક મહેતાના પ્રસંશકો બહુ પ્રેમપૂર્વક યાદ કરે છે. હજુ ગયા મહિને જ 29 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે તારક મહેતાઃ સ્મૃતિ વિશેષ નામના સ્મરણ ગ્રંથનું વિમોચન થયેલું, જેમાં ઈન્દુબેને પણ હાજરી આપેલી.

Comments

comments

VOTING POLL