હિંગનું સેવન કરશો તો આટલા થશે ફાયદાઓ !

August 22, 2019 at 12:11 pm


હિંગની વાત કરીએ તો સામાન્યરીતે હિંગ શાકભાજીમાં વપરાય છે. તે ઔષધીય ગુણથી ભરેલું છે. તમને જણાવી દઈએ કે, હીંગમાં હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. જો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે રિંગવોર્મ, ખાજ, ખુજલી, દાધર અથવા ખંજવાળથી પરેશાન છો, તો પણ હીંગ તમારા માટે ખૂબ લાભકારી રહે છે. હિંગનો ત્વચા માટે લાભ લેવા હીંગને પાણીમાં ભેળવી દો અને ત્વચામાં જે જગ્યા પર સમસ્યા હોય ત્યાં તેને લગાવો. જેથી તમે થોડા દિવસોમાં ત્વચાની સમસ્યાથી છૂટકારો મેળવી શકશો. તેમજ જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો દરરોજ એક ચપટી હિંગને નવશેકા પાણીમાં પીવો. આ થોડા દિવસોમાં તમારા દાંતના દુખાવાનો દૂર થઈ જશે. આ ઉપરાંત દાંતના કીડા પણ નાશ પામશે. ડાયાબીટીસના દર્દીઓ માટે પણ હિંગ ઘણી ફાયદાકારક રહે છે. તેનાથી કીડની મજબુત થાય છે.

Comments

comments

VOTING POLL