હિઝબુલે હિંસા ફેલાવવા તૈયાર કરી આતંકીઆેની ફોજ

September 8, 2018 at 11:19 am


કાશ્મીરમાં સ્થાનિક આતંકીઆેના સૌથી મોટા સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને પુલવામાં રહેનારા આતંકી સૈફુલ્લા ઉર્ફે ડો.સૈફ ઉર્ફે મુસૈબને ઘાટીમાં પોતાનો નવો ડેપ્યુટી આેપરેશનલ ચીફ કમાન્ડર બનાવ્યો છે. જ્યારે સબ્જાર અહેમદ સોફીને અનંતનાગ અને અદનાન અહેમદ બટને પુલવામાનો જિલ્લા કમાન્ડર બનાવવામાં આવ્યો છે. હાલ કાશ્મીર ઘાટીમાં સક્રિય 335 આતંકીઆેમાંથી 130 આતંકીઆે હિઝબુલ મુજાહિદ્દીનના છે.

સૂત્રોએ જણાવ્યું કે ગુલામ કાશ્મીરમાં સ્થિત હિઝબુલ મુજાહિદ્દીનની કમાન્ડ કાઉન્સીલની ગત દિવસે મુખ્ય સૂત્રધાર સલાહુદ્દીનના નેતૃથ્વમાં એક બેઠક મળી હતી. તેમાં આમિરખાન અને અન્ય મુખ્ય આતંકી કમાન્ડરોએ ભાગ લીધો અને કાશ્મીરમાં આતંકી હિંસામાં ઝડપ લાવવા માટે નવી કેડરની ભરતીની ચર્ચા કરી હતી. હિઝબુલ કમાન્ડ કાઉન્સીલે સૈફુલ્લાહને કાશ્મીરમાં નવો આેપરેશન ડેપ્યુટી ચીફ કમાન્ડર બનાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. સૈફુલ્લાહને 29 આેગસ્ટે અનંતનાગમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં માર્યા ગયેલા અલ્તાફ કાચરુના સ્થાને ડેપ્યુટી આેપરેશનલ ચીફ કમાન્ડર બનાવવામાં આવ્યો છે. કાચરુની મોતને હિઝબાલ માટે એક મોટો આઘાત માનવામાં આવી રહ્યાે છે. તે અંદાજે 12 વર્ષથી આતંકી ગતિવિધિઆેમાં સક્રિય હતો. ઘાટીમાં હિઝબુલનો આેપરેશનલ કમાન્ડર મોહમ્મદ બિન કાસીમ છે.

Comments

comments

VOTING POLL