હિન્દુઆેને લઘુમતીનો દરજ્જો આપી શકાય : આયોગને જવાબ આપવા સુપ્રીમનો આદેશ

February 12, 2019 at 11:22 am


સર્વોચ્ચ અદાલતે કોમની રાજયવાર વસતિના પરિપ્રેક્ષ્યમાં લઘુમતીની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની માર્ગદશિર્કા નિશ્ચિત કરવાની માગણી સંદર્ભે નેશનલ કમિશન આૅફ માઇનોરિટીઝ (એનસીએમ)ને ત્રણ મહિનામાં નિર્ણય લઈ લેવા જણાવ્યું હતું.

રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની બેન્ચે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયને માઈનોરિટીઝ પેનલને ફરીવાર રજૂઆત કરવા જણાવ્યું હતું. એની સામે માઇનોરિટી કમિશન ત્રણ મહિનામાં તેનો નિર્ણય જણાવશે.

ઉપાધ્યાયે એની પિટિશનમાં એવું જણાવ્યું છે કે દેશભરના વસતિના ડેટાને બદલે રાજયમાં કોમની વસતિના પરિપ્રેક્ષ્યમાં લઘુમતી શબ્દની નવેસરથી વ્યાખ્યા ઘડવી જોઈએ અને પુનઃવિચાર કરવો જોઈએ.

રાષ્ટ્રીય ડેટા મુજબ હિન્દુઆે બહુમતીમાં આવે છે, પરંતુ કેટલાંક ઇશાની રાજયો તેમ જ જમ્મુ – કાશ્મીરમાં લઘુમતીમાં આવે છે, એવું તેમણે પિટિશનમાં જણાવ્યું છે. જોકે આ રાજયોમાં લઘુમતી કોમોને મળતા લાભોથી હિન્દુઆે વંચિત રહે છે. આ પરિપ્રેક્ષ્યમાં એનસીએમએ લઘુમતી શબ્દથી વ્યાખ્યા માંડવી જોઈએ, એવું પિટિશન જણાવે છે.

સર્વોચ્ચ અદાલતે સાત રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં હિન્દુઆેને લઘુમતીનો દરજજો આપવાની માગણી કરતી ઉપાધ્યાયની પિટિશનને હાથમાં લેવાનો ઈનકાર કર્યો અને તેમને નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL