હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટનું આયોજન: છોટીકાશીમાં ઐતિહાસિક જનમેદની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારીનું સમાપન

April 15, 2019 at 11:04 am


છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારી નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના સાડા બાર વાગ્યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં નગરજનોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ૧૯ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર શહેર ”રામમય”” બન્યું હતું.

જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ આડત્રીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં

બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષશ્રી ચર્તુભૂજદાસજી મહારાજ, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સ્ટે. કમીટી ચેરમેન સુભાષ જોષી, ભાજપ શહેર અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, મહામંત્રી ડો. વિમલભાઇ કગથરા, ભાજપ શહેર ઉપપ્રમુખ ગોપાલભાઇ સોરઠીયા, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, કોર્પોરેટર મનિષ કનખરા, કેતનભાઇ નાખવા, શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ ચંદ્રવદન ત્રિવેદી, લોહાણા અગ્રણી મિતેષભાઇ લાલ વગેરે હાજર રહ્યા અને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ – લક્ષ્મણ – જાનકીની પાલખીનું પુજન કર્યુ હતુંં. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ પાલખીનું પૂજન કરી શોભાયાત્રામાં રામ સેવકોની સાથે જોડાયા હતા.

આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ – લક્ષ્મણ – જાનકીની મુખ્ય પાલખી સાથેનો સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટના ત્રણ ફલોટ, વંડાફળી સત્સંગ મંડળ, ભીડભંજન આરતી ગુ્રપ, હિન્દુ સ્વરાજ ગુ્રપ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ, સહિયર ગ્રુપ, અતિતિ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, શ્રી રામ સેના, હિન્દુ સેના (બે ફલોટ), શિવ સેના, શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), જટાધારી ગ્રુપ, સીંધી સમાજ (બે ફલોટ), મહાસેના મિત્ર મંડળ, ભગવા રક્ષક (બે ફલોટ), સહિતના ૨૩ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને જેને નિહાળવા ભાવિકો ઉમટી પડયા હતા. અંતમાં મુખ્ય રથની પાલખી સાથે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ૫૦૦૦ વોટની સાઉન્ડ સીસ્ટમ પરથી રામધૂન બોલાવતા રામભકતોએ રામધુનના ગગનભેદી નારા સાથે રાસ રજુ કર્યા હતા. તેમજ પ્રસાદનું વિતરણ કરાયું હતુંં.

આ ઉપરાંત શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા – સરબત – છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. બાલા હનુમાનની સામે ગાત્રાળ મિત્ર મંડળ, શિવ સેના, ચૈતન્ય વાસણ ભંડાર, ખંભાળીયા નાકા પાસે વિશ્વ હિન્દુ પરિષદ, મોબાઇલ ઝોન (હવાઇ ચોક), હવાઇ ચોક મિત્ર મંડળ, જાઇન્ટ્સ ગ્રુપ, ગોલારાણા પરિવાર, સતી માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, સ્વામીનારાયણ મિત્ર મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, શકિત યુવક મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, સમસ્ત ખારવા યુવા સંઘ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકૂળિયા હનુમાન મિત્ર મંડળ, શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, શ્રી હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શિવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, ઓમ યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ, પતંગીયા ફળી મિત્ર મંડળ, બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગુ્રપ, સીંધી માર્કેટ વેપારી એસોસીએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, રિધ્ધિ સિધ્ધિ રાણા મિત્ર મંડળ, રાજેન્દ્ર રોડ વેપારી એસો., લાલવાણી પરિવાર, ગણેશ મરાઠા મંડળ – ભાજપ પરિવાર (પૂર્વ ડે. મેયરશ્રી ભરતભાઇ મહેતા), શિવ શકિત હોટલ ગુ્રપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ) પંચેશ્વર યુવક મંડળ, ગણેશ ફળી મિત્ર મંડળ, વજીરફળી મિત્ર મંડળ, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, બનાસ અલ્પાહર નારસંગભાઇ ગ્રુપ, સિધ્ધિ વિનાયક સાર્વજનિક મિત્ર મંડળ, સ્વામિનારાયણ સંઘર્ષ સમિતિ, શ્રી જામનગર ગુર્જર (કડિયા) સમાજ, વંડાફળી યુવક મંડળ, વંડાફળી સત્સંગ મંડળ, સમસ્ત શહેર – યંગ સોશ્યલ ગ્રુપ – પંચેશ્વર ટાવર, આદેશ યુવા ગ્રુપ, રામજી મંદિર લોહાણા સમાજ જ્ઞાતિ – પંચેશ્વર ટાવર દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં – સરબત – પ્રસાદનું વિતરણ તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવી હતી.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત આડત્રીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી છે. જેના કન્વીનર તરીકે એડવોકેટ રમેશભાઇ વેકરીયા તથા સહ કન્વીનર તરીકે વિનય ઠાકર તેમજ બ્રિજેશ નંદાની નિયુકતી કરવામાં આવી હતી. જેમા સર્વશ્રી રાજેન્દ્રસિંહ સોઢા, જીગર રાવલ, ચંદ્રવદન ત્રિવેદી, અશોક જાની, વ્યોમેશ લાલ, ભાર્ગવ પંડયા, પી. એમ. જાડેજા, કમલેશ પંડયા, જશ્મીન ચોવટીયા, રાજ સંઘાણી, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, કમલેશભાઇ ગુજરાતી સુર્યા, મૃગેશ દવે, યજુવેન્દ્રસિંહ જાડેજા, શશીભાઇ પુંજાણી, જીમીભાઇ ભરાડ, ભરતભાઇ ફલીયા, નિરૂભા જાડેજા, મનોજભાઇ પરમાર, અશોકભાઇ બાલસરા, રવિરાજસિંહ જાડેજા, સંજયભાઇ મુંગરા, રાજભા, ડી. એમ. જાડેજા, કલીપ નાકાર, ખીલન નાકર, મેહુલ ઠાકર, જીતુભાઇ ગાલા, નિલેષભાઇ વ્યાસ, રમણીકભાઇ પંડયા, મીતેષભાઇ મહેતા, ચીરાગભાઇ ઓઝા, મહાવીર વાળા, ચિરાગ ભટ્ટ, કિશન ફલીયા, યોગેશ ઝાલા, વિપુલભાઇ મંગી, જસ્મીનભાઇ વ્યાસ, કણજારીયા દિપેશ, નકુમ હિતેષભાઇ, પ્રતીકભાઇ કટેશીયા, મીલનભાઇ ગોર, દિનેશ ઘઘડા રાજુભાઇ ભુવા, પરેશભાઇ પીઠડીયા, અશોક ઠાકર, મનિષભાઇ સોઢા, જયદિપભાઇ રાઠોડ સહિતના ૫૧ સભ્ય કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું.

શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ સમયે લોહાણા અગ્રણી રમેશભાઇ દત્તાણી, મિતેશભાઇ લાલ, ભરતભાઇ મોદી, મનોજ અમલાણી, લોહાણા મહાજન જ્ઞાતિના કારોબારી સભ્ય જવાહરભાઇ કેશરીયા, બિમલ ચોટાઇ, નિલેષ ચંદારાણા, અનિલ ગોકાણી, નિલેશ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, મધુભાઇ, મધુભાઇ પાબારી, હેમલ ચોટાઇ, અતુલ, રાજુ પતાણી, રાજુ ગોંદિયા, ભરતભાઇ બદીયાણી તથા બહેનો સહિતના લોહાણા મહાજન અગ્રણીઓએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજુભાઇ વ્યાસ (મહાદેવ), હિતેષ જાદવ, હરીશ મકવાણા, ગોપાલ ગોસ્વામી, ધીરેન નંદા, ભાવેશ ગોપીયાણી, હિતેષ માલવી, કિશોરભાઇ મહેતા, તેજસ જોષી, કૃણાલ દવે, પંકજ અમશરા, ધર્મદિપ ખાસ્તી, રાજુ મહેતા, ગિરીશ મહેતા, પૃથ્વી માલવી, હરીશ કુબાવત, વિરલ ચાવડા, જયદિપ અંબાસણા, મિત ચુડાસમા, પરેશ ઠાકર, ભવિષ્ય વ્યાસ વગેરેએ રામસવારીની તૈયારી કરી હતી. મહાદેવ હર મિત્ર મંડળના સભ્ય હરિશ મકવાણા આબેહૂબ યોગી આદિત્યનાથ જેવી વેશભૂષા સાથે રામ – લક્ષ્મણ – જાનકીની પાલખીમાં ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા દરમિયાન પ્રારંભથી અંત સુધી હાજર રહ્યા હતા અને તમામ ભાવીકોને રામલલ્લાના દર્શન કરાવ્યા હતા. જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં શહેર કોંગ્રેસના હોદે્દારો અને કાર્યકરો શહેર પ્રમુખ ગિરીશભાઇ અમેથીયા અને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર મૂળુભાઇ કંડોરિયા, મયૂર કંડોરિયા, કોર્પોરેટર દેવશીભાઇ આહિર, અશોકભાઇ ત્રિવેદી સહિતના અગ્રણીઓ અને મહિલા કોંગ્રેસના હોદે્દારો જોડાયા હતા અને જયશ્રી રામના નારા લગાવી પાલખીનું પૂજન કર્યું હતું.

બાલા હનુમાનથી પ્રારંભ થયેલી રામ સવારી સતત સાત કલાક સુધી શહેરના મુખ્ય રાજ માર્ગો પર ખૂબ જ શાંતિપૂર્વક અને ધાર્મિક વાતાવરણમાં પૂર્ણ થઇ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી શરદ સિંઘલ અને સીટી ડી.વાય.એસ.પી. એ.પી. જાડેજા, સી.ટી. પી.આઇ. શ્રી રાઠવા અને સીટી બી. ના પી.આઇ. પરમારના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક શાખાના પી.આઇ. શ્રી કે.કે.બુવડ સહિતના વિશાળ પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ અને હોમગાર્ડઝ જવાન તથા ટ્રાફીક શાખાના સ્ટાફે સુંદર બંદોબસ્ત જાળવીને શોભાયાત્રાને લોખંડી સુરક્ષા કવચ પુરૂં પાડયું હતું. એસ.પી. શરદ સીંધલના સ્પેશ્યલ સ્કોડના યુનુશ સમા પ્રારંભથી અંત સુધી હાજર રહ્યા હતા.

 

  • રામસવારીના આકર્ષણ •

૩૮મી રામસવારીમાં નારી શકિતના વિશેષ દર્શન

હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ૩૮મી રામસવારીમાં આ વખતે અનેકવિધ આકર્ષણો ઉભા કરાયા છે. જેમાં ખાસ કરીને શોભાયાત્રામાં બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટેના વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જામનગરના સહિયર ગ્રુપના બહેનો દ્વારા લાલ વસ્ત્રો અને સાફા પરિધાન કરીને તલવાર બાજીના હેરતભર્યા પ્રયોગો ઉપરાંત જુદા જુદા વાજીંત્રોની મદદથી રામધુન બોલાવવામાં હતી. જેને નિહાળવા માટે ઠેર-ઠેર જનમેદની ઉમટી પડી હતી અને જયશ્રી રામના નારા ગજવી ભગવા ધ્વજ લહેરાવી નારી શકિતનું વિશેષ દર્શન કરાવ્યું હતું. આ ઉપરાંત રંગતાલી ગ્રુપના તમામ સભ્યો પણ સફેદ વસ્ત્રો સાથે ભગવા ખેસ ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા અને રામધુન સાથે રાસની રમઝટ બોલાવી હતી.

  • ભાજપ પરિવાર દ્વારા ચાંદી બજારનાં ચોકમાં ભવ્ય સ્વાગત •

ચાંદી બજારના ચોકમાં રામ ભકિત સાથે રાષ્ટ્ર ભકિતના પણ દર્શન થયા

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સ્થાનિક નગરસેવક તેમજ પૂર્વ ડે. મેયર ભરતભાઇ મેતા – ઉપરાંત શહેર ભાજપ પરિવાર દ્વારા સમગ્ર ચાંદી બજાર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ઉપરાંત ચાંદી બજાર ચોકમાં મોટું સ્ટ્રકચર ઉભુ કરી શોભાયાત્રાના રૂટને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરી દેવાયો હતો. આ સ્થળે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને પરમાણંદભાઇ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ ડે. મેયર ભરતભાઇ મેતા, સ્ટે. ચેરમેન સુભાષ જોષી, નટુભાઇ રાઠોડ (સાંઇનાથ), મનિષ કનખરા, મનિષ કટારિયા, અરવિંદ સભાયા, યોગેશ કણઝારિયા, રીટાબેન ઝીંઝુવાડિયા, કુસુમબેન પંડયા, પ્રફુલાબેન જાની, વોર્ડ પ્રમુખ જીતુભાઇ મકવાણા, વોર્ડ મહામંત્રી ચીનાભાઇ ચોટાઇ, મોનીકાબેન વ્યાસ, દુર્ગાબેન ભૂત, પ્રકાશભાઇ કનખરા, પ્રતિભાબેન કનખરા, મહાવિરસિંહ જાડેજા, વિનુભાઇ ગોંડલિયા, હેમંતભાઇ ગોહિલ, બાબલીભાઇ, વસંતભાઇ ગોરી, ડો. મધુભાઇ ગોંડલિયા, ગોપાલ સોરઠીયા, ખુમાનસિંહ સરવૈયા, નરેન્દ્રભાઇ ત્રિવેદી, વિનોદ ખીમસૂર્યા, મનિષ વોરા ઉપરાંત શહેર ભાજપના નગર સેવકો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રામ સવારીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ઉપરાંત પાલખીનું પૂજન કર્યું હતું. જેમાં ગણેશ મરાઠા મંડળનો પણ સહયોગ રહ્યો હતો અને યંગ સોશ્યલ ગ્રુપના પ્રવિણસિંહ જાડેજા, હશનભાઇ મલેક સહિતના હોદે્દારો જોડાયા હતા. ઉપરાંત આતશબાજી દ્વારા રામ સવારીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમગ્ર ચાંદી બજારને ધજા – પતકા અને રોશનીથી સજજ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૩૦ ફુટના કદની ભગવાન શ્રી રામની વિશાળ ઝાંખી તૈયાર કરવામાં આવેલ હતી જેને નિહાળવા માટે સમગ્ર દિવસ દરમિયાન ભાવિકોની ભીડ રહી હતી. આ ઉપરાંત સમગ્ર અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા તેમજ શોભાયાત્રના રામ ભકતો દ્વારા રામધુન બોલાવાઇ હતી. જેથી સમગ્ર ચાંદી બજારનો માહોલ રામમય બની ગયો હતો.

ચાંદી બજારના ચોકમાં પૂર્વ ડે. મેયર ભરતભાઇ મેતા અને તેમની ટીમ દ્વારા રામ ભકિતની સાથે રાષ્ટ્ર ભકિતની થીમને લઇને દિલ્હી સ્થિત ઇન્ડિયા ગેઈટનો અતિ સુંદર અને આકર્ષક ફલોટ તૈયાર કરાયો હતો. વિશાળ કદના ઇન્ડિયા ગેઇટની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરાઇ હતી ઉપરાંત મોટું સ્ટેઇજ બનાવાયું હતું જેના પર ઉભા રહીને નગરજનો સેલ્ફી પડાવી શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરાઇ હતી. ઇન્ડિયા ગેઇટની વચ્ચે ભગવાનશ્રી રામની તસ્વીર મૂકાઇ હતી. જયાં સેલ્ફી પડાવવા માટે સમગ્ર લોકોએ સવારથી મોડી રાત્રી સુધી ભીડ જમાવી હતી. અને ચાંદી બજારના ચોક અનેરૂં આકર્ષણ ઉભું થયું હતું.

ત્રિશુલ મિત્ર મંડળ દ્વારા આબેહુબ બાલા હનુમાનની પ્રતિકૃતિ બનાવાઇ

જામનગરના રણજીત રોડ, નવી વાસ વિસ્તારમાં ત્રિશુલ મિત્ર મંડળ દ્વારા આ વખતની રામ સવારીમાં સવિશેષ આકર્ષણ ઉભું કરાયું હતું. ગિનીશબુક ઓફ વર્લ્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાનજીના મંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવી હતી. ૨૫ ફુટ બાય ૪૦ ફુટના વિશાળ કદના સ્ટેઇજ ઉપર બાલા હનુમાન મંદિર ઉભુ કરાયું હતું અને ભગવાનશ્રી રામ – લક્ષ્મણ – જાનકી અને હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરી લોકોના દર્શનાર્થે મૂકવામાં આવી હતી. અને જે રીતે બાલા હનુમાનજીના મંદિરમાં લોકો દર્શન કરવા પ્રવેશ કરે છે તે જ પ્રકારના પ્રવેશ દ્વાર માંથી લોકોને પ્રવેશ આપી દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના દશનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

ભગવા રક્ષક સેના દ્વારા ભગવા ધ્વજ ફરકાવાયા

જામનગરની સંસ્થા ભગવા રક્ષક સેનાના યુવાનો દ્વારા તરવરીયા યુવાનો દ્વારા સુંદર અને આકર્ષક વસ્ત્રો સાથે પરિધાન થઇ માથે સાફા બાંધી શોભાયાત્રામાં જોડાયા હતા. જેઓએ ૧૨ ફુટના વિશાળ કદના સ્ટેન્લેસ્ટીલના પાઇપ સાથે મોટા ભગવા ધ્વજ લહેરાવીને સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર ભગવાન રામચંદ્રજીના મુખ્ય રથની આગેવાની કરી હતી. જે ભગવાધારી ટીમની સાથે અનેક લોકોએ ફોટો પડાવ્યા હતા. સાથો સાથ પોતાના મોબાઇલમાં સેલ્ફી પણ લીધી હતી. ચાંદી બજાર વિસ્તારમાં ભગવા સેના ઉપરાંત શહેર ભાજપના તમામ હોદે્દારોએ ભગવા ધ્વજ લેહરાવી રામ નામના નારા લગાવ્યા હતા જેના કારણે ચાંદી બજારનો વિસ્તાર ભગવામય બન્યો હતો.

શોભાયાત્રાની સાથે સાથે મતદાર જાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું

જામનગરની સંસ્થા રંગતાલી ગ્રુપના ભાઇઓ તેમજ સહિયર ગુ્રપના બહેનો દ્વારા શોભાયાત્રાની સાથે સાથે મતદાર જાગૃતિ અભિયાન પણ હાથ ધર્યું હતું. જેના ભાગ રૂપે તળાવની પાળે બાલા હનુમાન મંદિરના સામેના ભાગમાં જામનગર જિલ્લાના વહીવટી તંત્રના સહીયોગથી સેલ્ફી સ્ટેન્ડ ઉભુ કરાયું હતું અને પ્રત્યેક નાગરીકને મતદાન માટેની સેલ્ફી લેવડાવી શપથ ગ્રહણ કરાવ્યા હતા. સહિયર ગ્રુપના બહેનોએ સાફા સહિતના વેશ પરીધાન કરી સેલ્ફી સ્ટેન્ડમાં સેલ્ફી લીધી હતી ઉપરાંત ૫૦૦ થી પણ વધુ નગરજનોને મન મતદાર હોવાનો ગર્વ છે લખેલા મતદાન જાગૃતિ ઝંુબેશના બેલ્ટ પહેરાવ્યા હતા અને અવશ્ય મતદાન કરવા માટેની નમ્ર અપીલ કરી હતી.

Comments

comments

VOTING POLL