હિમંતનગર-અમદાવાદ રોડ પર ડમ્પર-કાર વચ્ચે દુર્ઘટના

October 12, 2019 at 8:39 pm


હિંમતનગર-અમદાવાદ રોડ પર પ્રાંતિજના તાજપુર કૂઇ પાસે આજે બપોરે સ્વીફ્‌ટ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં સ્વીફ્ટ કારનો ભુકકો બોલી ગયો હતો, જેને પગલે એક તબક્કે ક્રેઇનને બોલાવવી પડી હતી. અકસ્માતની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર-અમદાવાદ રોડ પર પ્રાંતિજના તાજપુર કૂઇ પાસે આજે બપોરે એક ડમ્પરચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી સ્વીફ્‌ટ કારને અડફેટે લીધી હતી. ડમ્પરની જારદાર ટક્કરના કારણે સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં બેઠેલા બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. એક તબક્કે ભુક્કો બોલી ગયેલી કારમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઈનનો સહારો લેવો પડ્‌યો હતો. પ્રાંતિજ પોલીસે પણ બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. જા કે, આ ગમખ્વાર અકસ્માત અને તેમાં બે વ્યકિતના કરૂણ મોતના સમાચારને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

Comments

comments