હિમાચલ અને રાજસ્થાનમાં જોરદાર વરસાદ સાથે ધૂળ ભરેલી આંધી ફૂંકાઈ

May 18, 2019 at 10:28 am


રાજસ્થાનના પૂર્વ અને પશ્ર્ચિમી વિસ્તારોના અમુક ક્ષેત્રોમાં ધૂળભરેલી આંધી સાથે વરસાદ નોંધાયો હતો. પાછલા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા વરસાદ બાદ મોટાભાગના સ્થળોએ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધી જોધપુરમાં 8.5 કિલોમીટર અને અજમેરમાં 0.5 મી.મી.વરસાદ નોંધાયો હતો. જ્યારે બીકાનેર, નાગૌર અને જોધપુરમાં ધૂળભરેલી આંધી ફૂંકાઈ હતી. રાજધાની જયપુરમાં દિવસે અમુક સ્થળે ધીમીધારે વરસાદ પડયો હતો તો સાંજે ધૂળ ભરેલી આંધી ફૂંકાતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આગામી 24 કલાક દરમિયાન આ જ પ્રકારનું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બીજી બાજુ હિમાચલ રાજ્યના અનેક જિલ્લામાં કરાંનો વરસાદ અને વરસાદ પડયો હતો. રાજધાની શિમલામાં જોરદાર કરા પડયા હતા જેના કારણે અનેક ક્ષેત્રોમાં શીતલહેર ફૂંકાઈ હતી. રાજ્યમાં હમીરપુર, કાંગડા, બિલાસપુર, ઉના, મંડી, મનાલી અને ચંબાના અનેક ક્ષેત્રોમાં બપોર બાદ ઝડપી હવા ફૂંકાવાની સાથે જોરદાર વરસાદ પડયો હતો. આ ક્ષેત્રોમાં દિવસે અંધારું વ્યાપી ગયું હતું.
બીજી બાજુ રોહતાંગ અને કાંગડા જિલ્લાના ધૌલાધાર પર્વત પર હિમપાત થયો હતો.

Comments

comments

VOTING POLL