હિમાલયની તળેટીમાંથી મળ્યું હાડકાંથી ભરેલું સરોવર, વૈજ્ઞાનિકો રહી ગયા દંગ…

September 9, 2019 at 10:36 am


હિમાલયની સૌંદર્યતા વિશે સૌ કોઈ જાણે છે. હિમાલય એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ માણસને સ્વર્ગની અનુભૂતિ થાય. તો સાથે હિમાલયમાં રૂપકુંડ ઝીલઆવેલું છે જેને સ્કેલિટન લેક અથવા કંકાલોની ઝીલનું પણ નામ આપવામાં આવ્યું છે. આ ઝીલનું પણ એક રહસ્ય છે જેના પરથી વૈજ્ઞાનિકોએ પડદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. એક રીપોર્ટ અનુસાર, આ ઝીલના કિનારા પરથી માનવ અવશેષો મળી આવ્યા છે. આ મળેલા માનવ અવશેષ ભારતીય મેડિટરેનિયન અને દક્ષિણપૂર્વ એશિયાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તળાવની વાત કરીએ તો આ તળાવ અત્યારે ઉત્તરાખંડમાં આવેલું છે અને તેના કિનારા પરથી મનુષ્યના હાડપિંજરના અવશેષો મળ્યા છે. ત્યારે તેમાં વધુ અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે, આ હાડપિંજર ૧૦૦૦ વર્ષ અગાઉ બે ઘટનાઓ દરમિયાન અકસ્માતનો શિકાર થયેલા માનવીઓના છે. આ હાડપિંજરમાં ત્રણ અલગ અલગ જેનિટિક ગ્રૂપ છે. ભારતીય મુળના જે અવશેષ મળી આવ્યા હતા તે ૭ થી ૧૦ સદીમાં અલગ અલગઅલગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં. બાકી બે ઈસ્ટર્ન મેડિટરેનિયમ અને દક્ષિણ એશિયાના ટ્રેવલર્સ માનવામાં આવે છે. તો સાથે કેટલાક હાડપિંજરોનું ડીએનએ ભારતના તે વખતના લોકો સાથે મળતું હતું જ્યારે અન્ય હાડપિંજરોનું ડીએનએ વેસ્ટ યુરેશિયાની વસ્તી જેવું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૦ વર્ષ અગાઉ સીસીએમબીમાં ડો. લાલજી સિંહ દ્વારા આ તપાસનું કાર્ય શરૃ કરવામાં આવ્યુ હતું. તે સમય પીએચડી કરનાર નિરજ રાયે કહ્યુ કે, પહેલા ગ્રૂપમાં ર૩ લોકો હતા જેમાં મુળ ભારતના હતાં. જ્યારે મહત્ત્વની વાતએ છે ૧૪ લોકોનું હાડપિંજર ક્રિટ અને ગ્રીસના લોકો સાથે મળે છે. જ્યારે ત્રીજો ગ્રૂપ દક્ષિણ પૂર્વ એશિયાના લોકો જોડે મળે છે.

Comments

comments