હિરાસરની ખાનગી જમીન સંપાદન પેટે પ્રતિ ચો.મી.ના રૂા.1500થી 2000 ચૂકવાશે

December 1, 2018 at 2:48 pm


રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક સાકાર થનારા આંતરરાષ્ટ્રીયસ્તરના ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે ખાનગી આસામીઆે અને ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા આડેનું વિધ્ન દૂર થયું છે. ગઈકાલે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની ખાસ ઉપસ્થિતિમાં ખેડૂતો અને ખાનગી આસામીઆે વચ્ચે મિટિંગ થઈ હતી અને તેમાં જમીન વળતર પેટે પ્રતિ ચો.મી.ના રૂા.1500થી 2000 ચૂકવવાની વાત પર સંમતી સાધવામાં આવી હતી.

હિરાસરમાં સરકારી જંત્રી મુજબ જમીનનો ભાવ રૂા.200 આસપાસ ગણવામાં આવે છે. ખેડૂતોએ રૂા.2500થી રૂા.5000 સુધીની ભાવની માગણી કરી હતી. ગઈકાલે આ સંદર્ભે મિટિંગ યોજાયા બાદ ખેતી અને બિનખેતીની જમીનના ભાવો રૂા.1500થી 2000 મુજબના નકકી કરાયા છે. કુલ 19 આસામીઆેની 42 હેકટર જેટલી જમીન સંપાદન કરવાની થાય છે. ગઈકાલની મિટિંગમાં 13 આસામીઆે હાજર હોવાનું સૂત્રો જણાવે છે.કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ મિટિંગમાં ઉપસ્થિત ખાનગી આસામીઆે પાસેથી સંમતીપત્રકો મેળવી લેવામાં આવશે અને જે આસામીઆે ગઈકાલની મિટિંગમાં ગેરહાજર હતા તેમની સંમતી પણ લેખિતમાં લઈ લેવાશે. આ પ્રક્રિયા પુરી થયા બાદ જિલ્લા કલેકટર તરફથી રાજ્ય સરકારને વિધિવત દરખાસ્ત મોકલવામાં આવશે અને તેમાં જમીનનો ભાવ ફાઈનલ થયા પછી ચૂકવણું કરાશે અને જમીન સંપાદન કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL