હિરોગીરી કરી ડમ્પરની ચાવી આંચકી લેનાર બે ના.મામલતદાર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

April 18, 2019 at 2:31 pm


ગારિયાધાર તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બે કર્મચારી સહિત ત્રણ શખ્સોને એસીબીએ પિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિતાણા તાલુકાના આદપુર ગામે રહેતા ભાવેશભાઇ રતિભાઇ ગોહિલે એસીબી સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે ગારિયાધાર તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો ધર્મેશ જીતેન્દ્ર ભટ્ટ (ઉં.વ.54, રહે : પ્લોટ નં.1550, ઘોઘાસર્કલ) અને અશોક વિનોદભાઇ પંડ્યા (ઉં.વ.56, રહે : આંબાવાડી, ભાવનગર)ના એ પોતાનાં ગેરકાયદે રેતી ખનન સબબ બે ડમ્પર ઉભા રખાવી અને ડ્રાઇવરો પાસેથી ચાવી લઇ લીધેલી આ ડમ્પરો છોડાવવા અને કોઇ કાર્યવાહી ન કરવા માટે પિયા એક લાખની માંગણી કરતા 50 હજાર નક્કી થયા બાદ પ્રથમ બન્નેને પિયા 10 હજાર આપી દીધા હતા. જયારે ગઇકાલે બાકી પૈકી ીપયા 30 હજારની ઉઘરાણી કરી હતી. ભાવેશભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે ભાવનગર અને બોટાદ એસીબીએ છટકુ ગોઠવી પિયા 30 હજારની લાંચ લેવા આવેલ ધર્મેશ જીતેન્દ્ર ભટ્ટ અને વચેટીયાઓ વિશાલ જેન્તીભાઇ ચૌહાણ (ઉં.વ.24, પાવટી રોડ, ગારિયાધાર)ને રંગેહાથ ઝડપી લીધા હતા. નાયબ મામલતદાર અશોક વિનોદભાઇ પંડ્યાની ભાવનગરમાંથી ધરપકડ કરી ત્રણેય વિદ્ધ આગળની કર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL