હીના ખાને શેર કરી પ્રિયંકા અને નીક સાથેની તસ્વીરો, નીકને કહ્યું “જીજુ”

May 22, 2019 at 12:58 pm


ટેલીવુડની ફેમસ સેલીબ્રીટી હીના ખાને હાલમાં જ પ્રિયંકા અને નીક સાથે વિતાવેલ ક્વોલીટી ટાઈમની તસ્વીરો શેર કરી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં હિના ખાનનાં ડેબ્યૂ બાદ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે. તમામ તસ્વીરો હિનાએ શેર કરી અને લખ્યું હતું કે, મને અહીં એક પળ માટે પણ પ્રિયંકાએ આઉટસાઇડર જેવું અનુભવવા દીધુ નથી હિનાએ અન્ય એક તસવીર શેર કરી જેમાં તે પ્રિયંકા ચોપરા, નિક જોનસ, હુમા કુરેશી અને ડાયના પેન્ટી સાથે નજર આવે છે. આ સાથે તેણીએ એમ પણ લખ્યું કે, આ તમામ સાથે મેં સારો એવો સમય વિતાવ્યો. તો સાથે હિમાએ ફોટોની કોમેન્ટમાં નીકને જીજુ કહીને સંબોધ્યો હતો. હીના ખાને દેસી ગર્લ પ્રિયંકા ચોપડાના પણ ખુબ જ વખાણ કાર્ય હતા.

Comments

comments

VOTING POLL