હીરા ઉધોગપતિ દિનેશ ગઢાળીના અકસ્માત મૃત્યુ કેસમાં રૂા.૧.૩૫ કરોડ ચૂકવવા હુકમ

April 15, 2019 at 2:04 pm


Spread the love

સૌરાષ્ટ્ર્રના અગ્રણી હીરા ઉધોગપતિ દિનેશ ગઢાળી સુરતથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેની કારને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી તેઓનું મોત નીપયું હતું. આ બનાવમાં ભોગગ્રસ્તના વારસદારોને વળતર ચૂકવવા થયેલી અરજી માન્ય રાખી મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રીબ્યુનલએ ૯% ચડત વ્યાજ સાથે વળતર મળી કુલ રૂા.૧.૩૫ કરોડ ચૂકવવા હત્પકમ કર્યેા છે.
આ કેસની ઉપલબ્ધ વિગતો એવી છે કે, સૌરાષ્ટ્ર્ર તેમજ દેશ વિદેશમાં હિરાનો ધંધો કરતા અને નાની ઉંમરમાં હિરાના વ્યવસાયમાં ખુબ જ પ્રગતિ કરનાર દિનેશભાઇ ઓધવજીભાઇ કળથીયા (દિનેશ ગઢવી) સુરતથી પોતાની કારમાં તેમની પત્ની તેમજ પુત્ર સાથે ભાવનગર આવતા હતા ત્યારે બગોદરા વટામણ હાઇવે રોડ પર અરણેજ ખેતીવાડી ફાર્મ પાસે સામેથી આવતા ટ્રક નં.જી.જે.૦૩ વી ૮૮૭૮ના ચાલકે અકસ્માત સર્જી દિનેશભાઇને ગંભીર ઇજાઓ કરી હતી અને સારવાર દરમ્વાન મોત નિપજેલ. દિનેશભાઇનું વાહન અકસ્માતે મૃત્યુ થતા તેઓના વારસદારોએ ભાવનગર મોટર એકસીડેન્ટ કલેઇમ ટિ્રબ્યુનલમાં વળતર અરજી દાખલ કરેલ. આ વળતર અરજીમાં રજુ થયેલ પુરાવાઓ, તેમજ વકીલ રમેશભાઇ વી.નાવડીયાની દલીલો તેમજ રજુ કરેલ સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટના ચુકાદાઓને લયમાં લઇ મોટર એકસીડેન્ટ કલેઇમ ટિ્રબ્યુનલ (ઓકસીલરી)ના અધ્યક્ષ એ.પી.કંસારાએ તા.૩૦૩૧૯ના રોજ અકસ્માતમાં સંડોવાયેલ ટ્રકના ડ્રાઇવર, માલિક અને વીમા કંપની સામે વળતરની રૂા.૫૯,૩૯,૪૦૦– તેમજ તેના પર અરજીની તારીખથી વસુલ થતા સુધી ૯ ટકા ચડત વ્યાજ તેમજ સપ્રમાણ ખર્ચ સહિતની રકમ અરજદારોને ચુકવવાનો હત્પકમ કરેલ છે. જે હત્પકમનામા મુજબ વ્યાજ સહિતની વળતરની રકમ રૂા.૧,૩૫,૦૦,૦૦૦– જેવી થવા જાય છે.