હેરમાસ્કથી કરો વાળની પણ માવજત

February 15, 2018 at 2:19 pm


દરેક છોકરી ઇચ્છે છે કે તેના વાળ લાંબા, ઘાટા અને સુંદર હોય.ચહેરા સાથે સાથે વાળ પણ વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. તમને હજારોની ભીડમાં પણ અલગ તારવશે. તેથી ચહેરા સાથે સાથે વાળની સુંદર હોવુપણ ખૂબ જરુરી છે પરંતુ બદલાતા હવામાન અને પોલ્યુશનના કારણે વાળ ખરવા અને ડેડ્રંફ જેવી સમસ્યાઓ આવી રહી છે.

*છોકરીઓ આ મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘણી ખર્ચાળ સારવારનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીક ઘરઆંગણે આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.સમયની કમીને કારણે છોકરીઓ ઘરેલું ઉપાય કરી શકતી નથી.
*ડેડ્રંફને દુર કરવા અેક બાઉલમાં દહી લો તેમા થોડી મહેંદી અને લીંબુનો રસ ઉમેરો અા પેસ્ટને રાતભર લગાવી રાખો થશે ખુબજ ફાયદો.
*ખરતા વાળને અટકાવવા અેક બાઉલમાં મધ અને લીંમડાનો પાવડર લો સાથે મેથીનો પાવડર મિક્સ કરો અા પેકને રાતભર લગાવી રાખો વાળ થશે લાંબા અને ચમકીલા.
*પાતળા અને ખરતા વાળ માટે અેલોવેરાની પેસ્ટમાં સુખડ પાવડર અને ગુલાબજળ મિક્સ કરી અાપેસ્ટ લગાવવાથી થશે ખુબજ ફાયદો.

Comments

comments