હેલ્મેટ અને લાયસન્સ વગર વાહન ચલાવતાં વિદ્યાથીઆે સામે પોલીસની ઝૂંબેશ

November 28, 2018 at 4:03 pm


શહેરમાં ટ્રાફિક નિયમનનો કડક અમલ કરાવા માટે પોલીસે કમર કસી છે અને ટ્રાફિક નિયમનું ઉંંઘન કરનાર વિરૂધ્ધ પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે અને લાયસન્સ વગર તેમજ હેલમેટ વિનાના વિદ્યાથીઆે સામે ઝૂંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના અધિકારીઆે અને સ્ટાફે શહેરભરની શાળા, કોલેજો આસપાસ ચેકિંગ હાથ ધરી એક દિવસમાં 500થી વધુ વિદ્યાથ}આેને હેલ્મેટ વગર અને લાયસન્સ વગર વાહન ચલાવતાં પકડી લઇ દંડ વસૂલ કર્યો છે.

શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને વધતાં જતાં જીવલેણ અકસ્માતના બનાવોને નીવારવા અને ટ્રાફિક નિયમનમાં લોકોને કાયદામાં રહેવાના પાઠ ભણાવતી પોલીસ હવે કડક બની છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રી તેમજ ડીસીપી મનોહરસિંહ જાડેજા અને ડીસીપી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક બ્રાન્ચના એસીપી જે.કે.ઝાલા અને ટ્રાફિક બ્રાન્ચના તમામ સ્ટાફ તેમજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને હેલ્મેટની ઝૂંબેશ શરૂ કરી છે.

ટ્રાફિક બ્રાન્ચ અને પોલીસની અલગ અલગ ટીમોને શાળા, કોલેજો આસપાસ ચેકિંગની કામગીરી સાેંપવામાં આવી હતી અને શાળા, કોલેજોના વિદ્યાથ}આે કે જેઆે લાયસન્સ વગર કે હેલ્મેટ વગર વાહન ચલાવતાં હોય તેઆેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરનાં આત્મીય કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ, કુંડલિયા કોલેજ, ભાવનગર રોડ આઇટીઆઇ, પોલીટેકનીકલ, મારવાડી કોલેજ, ડી.એચ.કોલેજ, પી.ડી.માલવિયા કોલેજ, 150 ફૂટ રોડ મોદી સ્કૂલ તેમજ યુનિ.ના ગેઇટ પાસે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસે ચેકિંગ હાથ ધરી 500થી વધુ વિદ્યાથ}આે પાસેથી દંડ વસૂલ કર્યો હતો.

પોલીસ અધિકારીઆેએ આ ઝૂંબેશ અંગે જણાવ્યું કે, પોલીસની આ ઝૂંબેશ શહેરીજનોએ હકારાત્મક અભિગમ સાથે સહકાર આપવો જરૂરી છે. શાળા, કોલેજે જતાં વિદ્યાથ}આેને તેમના જ માતા-પિતા અને વાલીઆેએ હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનનું પાલન કરવાની શીખ આપવી જોઇએ. જો માતા-પિતા અને વાલીઆે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને હેલ્મેટ પહેરે તો સંતાનો પણ તેમની આ કામગીરીમાં સ્વેચ્છાએ જોડાશે અને ટ્રાફિક નિયમન માટે કામ કરતી પોલીસ માટે તે ખૂબ જ સરાહનીય બનશે.

શહેરમાં આજે હાથ ધરેલી ઝૂંબેશમાં હેલ્મેટ વગરના અને લાયસન્સ વગરના વાહનો ચલાવતાં વિદ્યાથ}આે સામે દંડની ઝૂંબેશ શરૂ થતાં વિદ્યાથ}આે ટ્રાફિક નિયમનનું અનુકરણ કરશે તેવી આશા પોલીસને છે અને આ ઝૂંબેશ આગામી દિવસોમાં પણ શરૂ રહેશે.

Comments

comments

VOTING POLL