હેલ્મેટ નિકળી જતાં લોકોને રાહત : ફટાકડાઓ ફોડાયા

December 4, 2019 at 8:31 pm


Spread the love

રાજય સરકાર દ્વારા આજે રાજયમાં મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવામાંથી મુકિત જાહેર કરાતાં સામાન્ય નાગરિકોની સાથે સાથે કોંગ્રેસ પક્ષમાં સૌથી વધુ ઉત્સાહ જાવા મળ્યો હતો. કારણ કે, કોંગ્રેસ હેલ્મેટ વિરોધી સહીઝુંબેશ ચલાવી આંદોલન છેડયુ હતું. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્ર પંથકમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ-આગેવાનો અને સેંકડો કાર્યકરોએ હેલ્મેટના ઘા કરી તોડી ફટાકડા ફોડી જારદાર વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરવાના નિર્ણયને તેની અને પ્રજાની જીત ગણાવી હતી. રાજયમાં મનપાઓ અને નગરપાલિકાઓમાં હેલ્મેટના કાયદાને મરજીયાત બનાવવાના નિર્ણયની જાહેરાત થતાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બપોરે ત્રિકોણબાગ ખાતે હેલ્મેટના ઘા કરી તોડી નાખી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં કાર્યકરો દ્વારા હેલ્મેટ વિરોધી સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. દરરોજ રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં શહેરીજનો પાસેથી સહીઓ લેવામાં આવી રહી હતી. જે રાજ્ય સરકાર સમક્ષ મોકલવાની પ્રક્રિયા ચાલુ હતી.

દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના કાયદાને મરજીયાત બનાવાતા ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને સ્થાનિક નેતાઓ-આગેવાનો ઉમટી પડયા હતા અને બધાએ જાહેરમાં હેલ્મેટ તોડી ફટાકડાઓ ફોડી અને નાગરીકોને મીઠા મોંઢા કરી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ખુશીથી ઝુમી ઉઠયા હતા. તો, કોંગ્રેસના વિજયોત્સવમાં હેલ્મેટમાંથી મુકિત પામનારા નાગરિકોએ પણ સ્વેચ્છાએ જાડાઇ પોતાની ખુશી વ્યકત કરી હતી. સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં અને રાજયના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસે આ જ પ્રકારની ઉજવણી કરી હતી.