હેલ્મેટ બાદ હવે કર્કશ હોર્નવાળા વાહનો ઉપર સોમવારથી પોલીસની તવાઈ

January 19, 2019 at 3:18 pm


શહેરમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ શરૂ કરાયા બાદ ટ્રાફિક પ્રત્યે જાગૃત બનેલા અધિકારીઆેએ શહેરીજનો માટે સૌથી વધુ માથાના દુઃખાવા સમાન કર્કશ હોર્ન વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
શહેરભરમાં દોડતાં ટૂ-િવ્હલર, થ્રી-િવ્હલર અને ફોર-િવ્હલર વાહનોમાં મોટા અને કર્કશ હોર્ન ફીટ કરાવી ચાલકો શહેરના રાજમાર્ગો ઉપર આવા કર્કશ હોર્નથી ધ્વની પ્રદૂષણ ફેલાવે છે તેમજ રસ્તામાં વિચિત્ર હોર્ન વગાડવાના કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઆેને ખલેલ પહાેંચે છે. ઘણી વખત આવા કર્કશ હોર્નથી બીજા વાહન ચાલકો ચાેંકી જાય છે અને અકસ્માત પણ સજાર્ય છે. જે બાબતે પોલીસ હવે ગંભીર બની છે.
શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રીએ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે શહેરમાં ટ્રાફિક જાગૃિત્ત બાબતે પોલીસે અનેક કાર્યક્રમો યોજયા બાદ હેલ્મેટની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. રાજકોટ શહેરની ‘સમજું દેશી સોસાયટી’નામની એનજીઆે સંસ્થા તેમજ તજજ્ઞોને સાથે રાખી હવે સોમવારથી પોલીસ અને આરટીઆે કર્કશ હોર્ન વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. શહેરના રાજમાર્ગો ઉપર બેફામ હોર્ન વગાડી રાહદારીઆે અને અન્ય વાહન ચાલકોને ત્રાસ આપતા આવા કર્કશ હોર્ન ધરાવતાં વાહનો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે.
સોમવારથી સમજું દેશી સોસાયટીના તજજ્ઞો અને પોલીસ તેમજ આરટીઆે શહેરના મહત્વના રાજમાર્ગો ઉપર ચેકિંગ હાથ ધરશે અને આવા કર્કશ હોર્ન ધરાવતાં વાહન ચાલકો સામે એમવી એકટ 190(2) હેઠળ કાર્યવાહી કરી આેછામાં આેછો રૂપિયા 1,000નો દંડ કરવામાં આવશે. શહેરના નાગરિકોને ખાસ સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રીએ અપિલ કરી છે.
જેમાં પોતાના વાહનોમાં આવા કર્કશ અને વિચિત્ર હોર્ન દુર કરવા જણાવ્યું છે જો આવા વાહનચાલકો કર્કશ હોર્ન દુર નહી કરે તો સોમવારથી પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે.

Comments

comments

VOTING POLL