હે રામ ! મહાત્મા ગાંધીએ દારૂની પરમિટ જોવી પડી…
October 19, 2019 at 5:33 pm
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની શિક્ષણ ભૂમિ રાજકોટની મહાનગરપાલિકા કચેરીના સભાગૃહમાં આજે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કાેંગ્રેસ વચ્ચે રોગચાળાની ચર્ચા દરમિયાન દારુની પરમિટ નો મુદ્દાે ઉછાળ્યો હતો.આ વેળાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડએ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની દારુની પરમિટ અને તેની અરજીના કાગળો સભાગૃહમાં વિપક્ષી નગરસેવકો ઉપર ફેંક્યા હતા. આ સભાગૃહમાં ગાંધીજીનું તૈલચિત્ર પણ મુકાયેલું છે ક્યારે એમ કહેવામાં અતિશયોિક્ત નથી કે ગાંધીજીએ પણ દારુની પરમિટ ના કાગળો ફેંકાતા જોયા હશે. (તસવીર ઃ દર્શન ભટ્ટી)