હૈદરાબાદની મહિલા પર રેપ બાબતે સલમાને આપી પ્રતિક્રિયા….

December 2, 2019 at 10:44 am


Spread the love

બોલીવુડના સ્ટાર શનિવારે મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં દબંગ ૩ના એક ગીત લોન્ચ માટે પહોંચ્યો હતો. જેમાં મીડિયા સાથેની વાતચીતમાં સલમાનને હૈદરાબાદ દુષ્કર્મ અને હત્યાના મામલે પૂછવામાં આવ્યું હતું. જેમાં તેણે પ્રતિક્રિયા આપતા આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમજ સલમાન આ ઘટનાને લઈને એકદમ ગુસ્સે થઇ ગઈ હતો અને કહ્યું હતું કે, ‘હું આ ઘટના વિશે શું અનુભવું છું એ મેં પોસ્ટ કરી દીધું છે. મને આજે સવારે જ ખબર પડી અને ત્યારથી મારો મૂડ બહુ ખરાબ છે. આવા લોકોને તો…’. બસ આટલું કહીને સલમાન અટકી ગયો હતો. તેની વાતચીત પરથી લાગી રહ્યું હતું કે તે ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો. જોકે સલમાન પહેલાં દિગ્ગજ અભિનેતા અક્ષયકુમાર, ફરહાન અખ્તર, શબાના આઝમી, યામી ગૌતમ તેમજ અનુપ સોનીએ આક્રોશ વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. અક્ષયે આ મામલાની આકરી ટીકા કરીને કહ્યું હતું કે આવા મામલાઓને ડામવા માટે કડક કાયદાની જરૂર છે. લાલ થઈ ગયો અને તેણે બનાવની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.