હૈદ્રાબાદને જોરદાર ઝાટકો, બેયરસ્ટો અધવચ્ચેથી છોડી દેશે આઈપીએલ

April 21, 2019 at 12:29 pm


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી સિઝનમાં સનરાઝઇર્સ હૈદરાબાદ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. હૈદરાબાદે તેના શાનદાર બેટસમન જોની બેયરસ્ટો વગર જ આગળનીએ મંજીલ કાપવી પડશે. ઈંગ્લેન્ડ વલ્ર્ડ કપ કેમ્પમાં સામેલ થવા બેયરસ્ટો સ્વદેશ પરત ફરવું પડશે.

બેયરસ્ટો ૨૩ એપ્રિલ સુધી જ આઈપીએલમાં હૈદરાબાદ વતી રમશે. તે ચેન્નઈ સુપર કિંગ્સ વિદ્ધ આ સિઝનમાં પોતાની અંતિમ મેચ રમશે. તે રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિદ્ધ રમાનારા મેચમાં પણ ટીમમાં રહેશે.

કોલકત્તા વિદ્ધ રમાનારી મેચ પહેલા બેયરસ્ટોએ જણાવ્યું હતું કે, અમે ૨૩ એપ્રેલિ ચેન્નઈ વિદ્ધ મેચ રમીને પરત ફરી જશું, પછી અમારો વિશ્વ કપ કેમ્પ શ થશે. ત્યારબાદ અમે પાકિસ્તાન વિદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ અને બે પ્રેકિટસ મેચમાં અમારો સામનો અફગાનિસ્તાન તથા ઓસ્ટ્રેલિયા સામે થશે.

આ સિઝનમાં હૈદરાબાદ માટે ઈંગ્લેન્ડના બેટસમેને દમદાર બેટિંગ કરતા આઠ મેચોમાં ૫૨.૧૪ની એવરેજથી કુલ ૩૬૫ રન બનાવ્યા છે. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં નંબર પર છે. બેયરસ્ટોએ કહ્યું, અત્યાર સુધી ટોપ–૫ બેટસમેનોમાં સામેલ થવું સા રહ્યું. મને રન બનાવીને અને ટીમમાં મા યોગદાન આપીને ખુબ આનંદની લાગણી થઈ રહી છે.

Comments

comments