હોટલના કર્મચારીને લૂંટી લેનાર શખસ ઝડપાયોઃ બેની શોધખોળ

November 8, 2019 at 11:08 am


Spread the love

શહેરના કાલાવડ રોડ પર રહેતા અને મોટેલ ધ વિલેજ હોટલ માં કેપ્ટન તરીકે નોકરી કરતા કર્મચારીને ત્રિકોણબાગ થી હરીપર જતા રિક્ષાચાલકે જનકલ્યાણ સોસાયટી પાસે રિક્ષા ઉભી રાખી ત્રણ શખ્સોએ માર મારી લૂંટ ચલાવી હતી જેમાં એ ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો જ્યારે તેના બે સાગરીતોની પોલીસે શોધખોળ શરુ કરી છે.
મોટેલ ધી વિલેજ ના કેપ્ટન તરીકે નોકરી કરતા અને કાલાવડ રોડ પર હરિપર વાજડી ગામે રહેતા મનોજ અનિરુÙ સુખદેવ ગઈકાલે બપોરે ધર્મેન્દ્ર રોડ ઉપર ખાતે ખરીદી માટે આવ્યો હતો. ત્યારબાદ તે ત્રિકોણ બાગ પાસે પહાેંચ્યો હતો અને રીક્ષાની રાહ જોઈને ઉભો હતો દરમિયાન એક રીક્ષા તેની પાસે આવી હતી અને કઈ બાજુ જવું છે ,તેવું પુછતાં મનોજે રાણી ટાવર તરફ જવાનું જણાવતા રિક્ષાચાલકે ભાડું નક્કી કરી બેસી જવાનું કહ્યું હતું. રિક્ષામાં અન્ય બે મુસાફરો બેઠા હતા. રિક્ષાચાલકે ત્રિકોણબાગ થી રીક્ષા એસ્ટ્રાેન ચોક થઈ જનકલ્યાણ સોસાયટી તરફ લઈ ગયો હતો. જ્યાં શેરી નંબર એક પાસે રિક્ષા ઉભી રાખી મનોજને તારા ખીસ્સામાં જે કઈ હોય તે આપી દે તેમણે ધમકી આપી હતી.તેમજ રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સોએ મનોજ નો કોલર પકડી તેને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પાકીટ તેને મોબાઈલ લૂંટી લીધા હતા. રિક્ષાચાલક અને રિક્ષામાં બેઠેલા બે શકશો એમ ત્રણેય શખ્સોએ મનોજ ને ઉતારી દઇ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ભાગી ગયા હતા.રીક્ષા અંડરબ્રિજ તરફથી હંકારી મૂકી હતી.આ બનાવ અંગે મનોજે એ ડિવિઝન પોલીસ મથકમાં પહાેંચી ફરિયાદ નાેંધાવી હતી.એ ડિવિઝનના પીએસઆઇ એસ.વી. સાખરા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે રીક્ષા ચાલકની શોધખોળ કરી હતી.અને ગણતરીના કલાકોમાં રીક્ષા ચાલકની આેળખ મળી ગઈ હતી. લૂંટ ચલાવનાર ની રીક્ષા નંબર જીજે 3 બી યુ 87 79 ના ચાલક ભગવતી પરા શેરી નંબર 20 રાજારામ સ્કૂલ પાસે રહેતા કાનો રાજુભાઈ નરેન્દ્ર રાવલ હોવાનું બહાર આવ્યા બાદ તેને દબોચી લેવામાં આવ્યો હતો.જેની પૂછપરછ દરમિયાન તેણે લૂંટ કર્યાની કબૂલાત આપી હતી અને આ લૂંટમાં તેની સાથે શાહરુખ અને ઇમરાન હોવાનું પોલીસ સમક્ષ જણાવતાં એ ડીવીઝન પોલીસે આ બંને શખ્સોની શોધખોળ શરુ કરી છે.