હોન્ડાએ રૂ.8.56 લાખમાં નવી અમેઝ લોન્ચ કરી

April 24, 2019 at 10:36 am


હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ)એ મંગળવારે જણાવ્યું હતું કે, તેણે કોમ્પેકટ સેડાન અમેઝની નવી ટોપ વેરિયન્ટ લોન્ચ કરી છે. કંપ્નીએ સેડાનમાં પેટ્રોલ અને ડીઝલ બન્ને વર્ઝનમાં વીએકસ સીવીટી લોન્ચ કરી છે. પેટ્રોલ વેરિયન્ટનો ભાવ રૂ.8.56 લાખ, જ્યારે ડીઝલનો ભાવ રૂ.9.56 લાખ (એકસ-શોમ) છે. હોન્ડા અમેઝની બીજી જનરેશને તેના સેગમેન્ટમાં નવો બેન્ચમાર્ક એડ્વાન્સ સીવીટી વેરિયન્ટ પર પસંદગી ઉતારી છે, જે પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં છે, એમ કંપ્નીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને સેલ્સ તથા માર્કેટિંગ ડિરેકટર રાજેશ ગોયલે જણાવ્યું હતું. અમને ટોપ સ્પેક વીએકસ રેન્જ પૂરી કરતાં હોન્ડા અમેઝનું નવી વીએકસ સીવીટી વેરિયન્ટ લોન્ચ કરતાં આનંદની લાગણી થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું. નવું વેરિયન્ટ માર્ગદર્શિકાઓની સાથે રીઅર કેમેરા ધરાવે છે અને તે બીજા સાથે સિમલેસ સ્માર્ટફોન કનેક્ટિવીટી ધરાવે છે.

Comments

comments