હોમ લોનધારકો માટે ઈએમઆઈ માેંઘો થશે

September 17, 2018 at 11:03 am


વ્યાજદરમાં વૃધ્ધિ રિટેલ લોનધારકો માટે આકરી પુરવાર થવાની શકયતા છે. ચાલુ નાણાંકિય વર્ષના બાકીના ભાગમાં લોનની ઈએમઆઈ ઉંચી રહેશે. અથવા તેમાં વધું વૃધ્ધિનો અંદાજ છે. ચાલુ મહિને એસબીઆઈ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બીઆેબી અને યુનિયન બેન્કે બેન્ચમાર્ક એમસીએલઆરમાં 0.0પથી 0.2 ટકા સુધીનો વધારો કર્યો છે. એચડીએફસી બેન્ક અને એસબીઆઈએ એમસીએલઆર 0.2 ટકા વધાર્યા છે. એસબીઆઈનોલ એક મુદ્તનો એમસીએલઆર (માર્જિનલ કોસ્ટ બેઝડ લેન્ડિ»ગ રેટ) 8.25 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં 7.95 ટકાના નીચા સ્તરથી 0.પ ટકા વધ્યો છે.

વ્યાજદર વધશે તો લોનધારકોએ દર મહિને લોન અને મોર્ગેજ માટે ઉંચો હપ્તાે (ઈએમઆઈ) ચૂકવવો પડશે. જેમ કે, માર્ચ મહિનાથી એસબીઆઈએ વ્યાજદરમાં 0.5 ટકા વધારો કર્યો છે. તેને લીધે હોમ લોનધારકોએ 10 વર્ષની મુદતની રૂા.50 લાખની લોન પર મહિને રૂા.1500 અથવા વર્ષે 18,000 વધુ ચૂકવવા પડશે. બેન્કર્સના જણાવ્યા અનુસાર અત્યારે તો વ્યાજદર ઉંચા રહેવાની ધારણા છે.

એક્સિસ બેન્કના એક્ઝિકયુટીવ ડિરેકટર (રિટેલ બેિન્ક»ગ) રાજીવ આનંદને જણાવ્યું હતું કે, વ્યાજદરની સાઈકલ બદલાઈ છે અને વ્યાજદરમાં ઘટાડાનો કોઈ પ્રñ નથી. રિટેલ લોનધારકોમાં ઈએમઆઈમાં ઉંચા રહેવાનો કે તેમાં વધુ વૃધ્ધિનો અંદાજ છે.

Comments

comments