હોલેન્ડના શિવમંદિરમાં વસે વિવિધ દેવી-દેવતા

February 6, 2018 at 5:29 pm


યુરોપના દેશ નેધરલૅન્ડ્સ (જે હાૅલેન્ડ તરીકે પણ આેળખાય છે)માં પંદર જેટલા હિન્દુ મંદિરો છે અને એમાંનું એક છે લાૅર્ડ શિવા હિન્દુ ટેમ્પલ્સ. નાૅથર્ હાૅલેન્ડના ઍમ્સ્ટરડૅમમાં હંગૂરડ્રીફ ખાતે હિન્દુ રહેવાસીઆેની ધામિર્ક અને આધ્યાિત્મક જરૂરિયાતો માટેના યોગ્ય સ્થાનના નિમાર્ણકાર્યના હેતુથી 4થી જૂન, 2011ના દિવસે આ મંદિર સ્થપાયું હતું જે 200 ચોરસ મીટરના વિસ્તારમાં બનેલું છે. મંદિરના એક છત્ર હેઠળ અનેક દેવી-દેવતાઆેની મૂતિર્આે છે અને અહી દરરોજ અસંખ્ય ભક્તો આવે છે.જેમની મૂતિર્આે અહી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે એમાં શ્રી ગણેશ, શિવ પરિવાર, મા દુર્ગા, મા સરસ્વતિ, સૂર્યદેવતા, શ્રી રામ-સીતા, હનુમાનજી, મા કાળી, શ્રી રાધે-કૃષ્ણ તેમ જ પંચ મુખી શિવલિંગનો સમાવેશ છે. બીજી પણ અનેક મૂતિર્આે મંદિરમાં શોભાયમાન છે. આ મંદિર બહારથી કોઈ શાૅ-રૂમ કે મોટી દુકાન કે કોઈ પેઢી જેવું છે. જોકે, ભક્તોને અંદર જતાં એની ભવ્યતા જોવા મળે છે. મંદિરના સંકુલમાં મહાદેવજીની વિશાળ મૂતિર્ ભક્તોનું સ્વાગત કરે છે. મંદિરમાં દરરોજ ‘લંગર’ યોજાય છે જેમાં અસંખ્ય ભક્તો પ્રસાદ લે છે. મંદિરમાં જે વિવિધ પ્રકારની પ્રવૃિત્તઆે યોજાય છે એમાં પૂજા, હવન, સંસ્કાર પૂજા, ભજન, કીર્તનના સમાવેશ છે. એટલું જ નહી, નવજાત શિશુની નામકરણ વિધિ માટે પણ મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવે છે અને મૃત્યુ પામનાર વ્યિક્તની અંતિમqક્રયાની કેટલીક વિધિઆે પણ અહી મહારાજની મદદથી પાર પાડવામાં આવે છે. મંદિરના અમુક હાૅલ પારિવારિક સમારોહ માટે તેમ જ બાળકોના કાર્યક્રમો માટે પણ ભાડેથી આપવામાં આવે છે.નેધરલૅન્ડ્સના જાણીતા બિઝનેસમૅન પવન પબ્બી આ મંદિરના નવા અધ્યક્ષ છે. તેમના અધ્યક્ષસ્થાનમાં વિવિધ પ્રવૃિત્તઆે માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી છે અને એ કમિટી પ્રવૃિત્તઆેને સરળતાથી પાર પાડે છે. લાૅર્ડ શિવા હિન્દુ ટેમ્પલ્સ આૈદ્યાેગિક વિસ્તારો વચ્ચે ઘેરાયેલું છે, પરંતુ ત્યાં પહાેંચતાં અને અંદર પ્રવેશ કરતાં જ ભાવિકોને શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. તેઆે મંદિરની દીવાલો પરની તેમ જ ઘુમ્મટની આસપાસની કોતરણીથી પ્રભાવિત થયા વિના નથી રહેતા.તેમને સકારાત્મક ઊજાર્નો પણ અનુભવ થાય છે. કેટલાક દેશોમાં અને ખાસ કરીને યુરોપ-અમેરિકાના અમુક મંદિરો અઠવાડિયામાં અમુક દિવસે બંધ રખાતા હોય છે, પરંતુ ઍમ્સ્ટરડૅમનું આ મંદિર વર્ષના 365 દિવસ ખૂલ્લું રાખવામાં આવે છે. અહી હિન્દુઆે ઉપરાંત અન્ય જાતિના લોકો તેમ જ સ્થાનિક શ્વેત પ્રજાના ધર્મપ્રેમીઆે પણ આ મંદિરની મુલાકાતે આવતા હોય છે.નેધરલૅન્ડ્સમાં હિન્દુઆેની હાજરી વિશે ટૂંકમાં જાણીએ તો આ દેશની 1.70 કરોડની વસતિમાં 2,15,000 જેટલા હિન્દુઆે છે. એમાંના મોટા ભાગના હિન્દુઆે અથવા તેમના દાદા-પરદાદાઆે 1960થી 1980ના દાયકા દરમિયાન નેધરલૅન્ડ્સમાં આવીને વસ્યા હતા. આ હિન્દુઆે ભારતથી અથવા શ્રીલંકાથી આવ્યા છે. મોટા ભાગના લોકો વેપારીઆે અને પ્રાેફેશનલો છે. 1975માં સુરિનામ નામના પ્રાન્તને નેધરલૅન્ડ્સથી આઝાદી મળી હતી. સુરિનામમાં પચીસ ટકા વસતિ હિન્દુઆેની હોવાથી ઘણા હિન્દુઆે ત્યાંથી આવીને નેધરલૅન્ડ્સમાં વસ્યા હતા.

Comments

comments

VOTING POLL