હોળાષ્ટકના પ્રારંભ સાથે શુભ પ્રસંગને બ્રેક: ધૂળેટીના આગમનને વધાવવા ઉત્સાહ

February 23, 2018 at 11:36 am


ગઈકાલ રાતથી 2.29 કલાકથી હોળાષ્ટકનો પ્રારંભ થશે લગ્ન શુભ પ્રસંગોમાં બ્રેક લાગશે તા.2-3થી ધુળેટીના દિવસથી શુભ પ્રસંગોની શઆત થશે હોળાષ્ટક દરમિયાન પણ જપ, કથા, તપ, પુજાપાઠ જેવા કાર્યો કરી શકાય છે.ફાગણ સુદ ચૌદશને ગુવાર તા.1-3ના નિદવસે હોળી છે આ દિવસે ચૌદશ સવારે 8.58 સુધી છે ત્યારબાદ પુનમ બેસી જાય છે પુનમ ક્ષય તિથિ છે ગુવારે સાંજના સમયે પુનમે આ દિવસ હોળીનો ગણાય.

હોળી પ્રગટાવાના શુભ સમયની યાદી સાંજે 7.38 સુધી વિષ્ટિકરણ છે આથી હોળી સાંજે 7.38 પછી પ્રગટાવી પ્રવેશ કાળમાં હોળી પ્રગટાવી શુભ છે અમૃત ચોઘડિયુમા સાંજે 7.38થી 8.22 ચલ 8.22થી 9.54 વસંતના આગમનને વધાવતો અને રંગભરી પીચકારીઓનો તહેવાર આવી રહ્યો છે. તેની છડી પુકારતા હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવનો વિસ્તાર સરાબોર ભક્તિ ઉત્સાહમાં તરબોળ બનવા કયારનોય સજ્જ થઈ ચૂકયો છે.

હવેલી સંપ્રદાયના મંદિરોમાં વસંત પંચમીથી જ ઠાકોરજીને રાજભોગ ધરાવ્યા પછી રોજ ખેલના દર્શન થયા છે જેમાં અબીલ-ગલાલથી ઠોકરજીને ખેલાવાના અને કેસર અને યમુનાજળ મિશ્રીત જળથી ભગવાનને અભિષેક કરી સોનેરી જરીના કિનારીવાળા શ્ર્વેત વસ્ત્રનો દિવ્ય શણગાર કરી તેના ઉપર અબીલ-ગલાલ છંટકાવ કરી ફગવા એટલે કે, ધારીનો ભોગ ધરાવવો શ થઈ ચૂકયો છે. હોળાષ્ટને કારણે લગ્નગાળામાં ફાટક પડી જતુ હોવાથી સીઝનમાં બબે હાથની નાજુક આંગળીઓથી શરણાઈઓની શૂરાવલીઓ બજાવતા અને બેબે ગાલ ફૂલીને દડા જેવા થઈ જાય તેવી તીણી શરણાઈ બજાવી સીઝનમાં ધૂમ મચાવનારા, ધડામ-ધડામ હાથના મીજાગરા તૂટી જાય તેવા ડીજે બજવૈયાઓ-મંડપ સર્વિસવાળાઓ બધાયને હોળાષ્ટકથી નવી સીઝન સુધી વેકેસન ઢોલ ખીટીએ ટીંગાશે અને બેન્ડવાજાવાળા વેકેસનમાં નવા ગીતો સંગીતના સાધનોમાં બેસાડવા રીયાઝ કરશે.જાનડીઓના નરવા સાદે ગવાતા મીઠા મધુરા ગીતો, ઝળહળતા વીજ પ્રકાશ અને સુગંધી સોડમદાર અને ચટાકેદાર સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધથી ઉભરાતી વાડીઓ હોળાષ્ટકમાં લગ્નો ન કરાતા હોવાને કારણે સુમસામ બનશે પણ લોકોને એક જ ખુશી હશે કે હોળાષ્ટક પછી હોળી આવે છે.

Comments

comments

VOTING POLL