૧૧ રાયોમાં બેરોજગારી વધુ ઘાતક

April 12, 2019 at 10:27 am


મોદી સરકાર મોટી મોટી વાતો કરી રહી છે અને બીજીબાજુ દેશના યુવાધનને બેકારીએ અજગર ભરડો લીધો હોવાનો આંચકાજનક રિપોર્ટ ફરી જાહેર થયો છે. બેરોજગારીનું પ્રમાણ દેશમાં હવે ચિંતાજનક સપાટી વટાવી ચુકયું છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. શિક્ષીત બેરોજગારો નોધારા બની રહ્યા છે. અશિક્ષીત લોકો પણ રોજગારી મળતી નથી અને એમના પર ભયંકર આર્થિક સંકટ આવી પડયું છે તેથી હકિકતો ફરી ઉજાગર થઈ છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ)નો રિપોર્ટ જાહેર થયો છે અને તેને ટાંકીને અંગ્રેજી અખબાર ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્રારા આ અહેવાલ પ્રસિધ્ધ કરાયો છે.
એનએસએસઓના લેટેસ્ટ રિપોર્ટમાં એવો ચિંતાજનક ધડાકો થયો છે કે, દેશના ૧૧ રાયોમાં બેરોજગારી નેશનલ એવરેજ કરતા પણ વધુ થઈ ગઈ છે. દેશના બીજા રાયો કરતા આ ૧૧ રાયોમાં સ્થિતિ વધુ ભયંકર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આમ તો બેરોજગારી આખા દેશને ભરડો લઈ ગઈ છે. હરીયાણા, આસામ, ઝારખંડ, કેરળ, ઓરીસ્સા, ઉતરાખંડ, બિહાર રાયોમાં બેરોજગારી અતિ હાઈલેવલ ઉપર છે અને અહીં રાષ્ટ્ર્રીય એવરેજ કરતા પણ વધુ છે.
આવી જ હાલત આ રાયોમાં ૨૦૧૧–૧૨માં પણ હતી પરંતુ તેનાથી પણ વધુ ટકાવારી હોવાનું નેશનલ સેમ્પલ સર્વે દ્રારા જણાવાયું છે. એ જ રીતે ૧૦૧૭–૧૮માં આ ભયંકર બેરોજગારીના લીસ્ટમાં પંજાબ, તામીલનાડુ, તેલંગણા, ઉતરપ્રદેશ વગેરે રાયોના નામ સામેલ કરવા પડયા હતા. ૨૦૧૧–૧૨માં જયારે દેશમાં બેરોજગારીની ટકાવારી જાણવા માટે સર્વે હાથ ધરાયો હતો ત્યારે ૯ રાયોમાં આ ટકાવારી નેશનલ એવરેજથી ઘણી વધુ રહી હતી. દેશમાં નોટબંધી અને જીએસટીના અમલીકરણ બાદ અથંતત્રં અને વ્યાપારને જે ધકકો લાગ્યો છે અને ઉત્પાદક ક્ષેત્રને મંદી ઘેરી વળી છે જેનું ભયંકર પરિણામ બહાર આવી રહ્યું છે.
મોદી સરકાર ચૂંટણીમાં વાયદાઓનો વરસાદ કરી ચુકી છે પરંતુ બેરોજગારી દેશના ઈતિહાસમાં સૌથી ટોચ પર રહી છે તેના વિશે એક શબ્દ બોલાતો નથી. દેશના યુવા વર્ગમાં બેરોજગારીને લીધે ભારે રોષ સાથે નિરાશા પ્રસરી ગઈ છે અને અનેક સર્વેમાં યુવા વર્ગે નારાજી દર્શાવી છે. દેશમાં બેરોજગારીને લીધે અનેક યુવાનો આપઘાત કરી ચુકયા છે અને એમના પરિવારોની દુર્દશા થઈ છે ત્યારે જો સ્થિતિ નહીં સુધરે તો ભારે ગંભીર પરિણામો ભોગવવા પડે તેવું જોખમ છે.

Comments

comments

VOTING POLL